"કપડાં ઉતારો-પૈસા કમાવો": 10મું પાસ યુવકે એપ બનાવીને શરૂ કર્યો વડોદરાના ફ્લેટમાં ગોરખધંધો!
તપાસ દરમિયાન પોલીસને ગાઝિયાબાદની એક યુવતી બાબતે જાણકારી મળી છે. પોલીસ મુજબ, આ યુવતી એરહોસ્ટેસ બનવાનો અભ્યાસ કરી રહી છે અને કથિતપણે તે નેટવર્ક સાથે જોડાયેલી હતી
વડોદરામાં પોલીસ એક એવા ફ્લેટ ખાતે પહોંચી કે જ્યાં બહારથી બધું સામાન્ય લાગી રહ્યું હતું. પરંતુ અંદર ઓનલાઈન ન્યૂડ વીડિયો કોલનો ધંધો ચાલી રહ્યો હતો. ગ્રાહક ઓનલાઈન આવતા હતા અને પૈસા રિચાર્જ કરતા હતા અને પછી વીડિયો કોલ પર યુવતીઓ જોવા મળતી હતી. જેટલી વાર કૉલ, એટલા વધારે કોઈન્સ ખર્ચ થતા હતા. પોલીસે આ મામલામાં મનીષ પઢિયાર નામના એક યુવકની ધરપકડ કરી છે.
પોલીસે કહ્યું છે કે મનીષે લગભગ 11 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદયો હતો અને ત્યારથી આ આખું નેટવર્ક ચાલી રહ્યું હતું. મામલો વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રકૃતિ ફ્લેટ્સનો છે. 11 ઓગસ્ટે માંજલપુર પોલીસને માહિતી મળી કે એક રહેણાંક ફ્લેટમાં કેટલીક યુવતીઓ રાખીને ઓનલાઈન વાંધાજનક ગતિવિધિઓ કરાવવામાં આવે છે.
પોલીસે માહિતીને ગંભીરતાથી લઈને ફ્લેટ પર દરોડો પાડયો હતો. તપાસ આગળ વધી તો ઓનલાઈન વીડિયો કોલિંગનું નેટવર્ક સામે આવ્યું. આરોપ છે કે યુવતીઓ એક ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો સાથે જોડાતી હતી અને તેમની માગણી મુજબ વાંધાજનક ગતિવિધિઓ કરતી હતી. આ મામલામાં પોલીસે મનીષ પઢિયારની ધરપકડ કરી લીધી છે.
પોલીસ મુજબ, આ આખા નેટવર્કમાં StripChat નામના પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગ્રાહક પહેલા એકાઉન્ટમાં નાણાં નાખતો હતો. ,તેના બદલામાં તેને કોઈન્સ મળતા હતા. પછી વીડિયો કોલ શરૂ થતો. કોલ જેટલી વાર ચાલે, ગ્રાહકના એકાઉન્ટમાંથી એટલા વધારે કોઈન્સ કપાઈ જતા. આ આખી સિસ્ટમ એવી હતી કે પહેલા રિચાર્જ, પછી કોઈન્સ અને તેના પછી વીડિયો કોલ.
પોલીસે હવે આ વાતની તપાસ શરૂ કરી છે કે આ નેટવર્કમાં કેટલા નાણાં આવ્યા અને કોના-કોના ખાતામાં તે ટ્રાન્સફર થયા. પોલીસ મુજબ, આ રેકેટમાં થનારી કમાણીના 50-50 ટકા ભાગ પાડવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી મળેલી રકમ આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. તેના પછી આરોપી પોતાનો હિસ્સો રાખતો હતો અને બાકીની રકમ યુવતીઓને આપવામાં આવતી હતી. પોલીસ મુજબ, મનીષ પહેલા કૉલ સેનટ્ર ચાલતા હતા. આ દરમિયાન તેમના સંપર્કમાં આવેલી એક યુવતી પણ કથિતપણે આ કામ સાથે જોડાઈ. હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં કૂલ કેટલી યુવતીઓ અને કેટલા અન્ય લોકો સામેલ હતા.
પોલીસ મુજબ, મનીષે લગભગ 11 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદયો હતો. આ ફ્લેટ આ આખા મામલામાં સૌથી મહત્ત્વની જગ્યા બની ગયો. બહારથી તે એક સામાન્ય રહેણાંક ફ્લેટ હતો. પરંતુ પોલીસનો આરોપ હતો કે અંદરથી તેનો ઉપયોગ ઓનલાઈન વીડિયો કોલ દ્વારા નાણાં કમાવવા માટે થઈ રહ્યો હતો. હવે પોલીસ આરોપીના બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે. તેની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા રેકોર્ડને પણ તપાસી રહી છે.
તપાસ દરમિયાન પોલીસને ગાઝિયાબાદની એક યુવતી બાબતે જાણકારી મળી છે. પોલીસ મુજબ, આ યુવતી એરહોસ્ટેસ બનવાનો અભ્યાસ કરી રહી છે અને કથિતપણે તે નેટવર્ક સાથે જોડાયેલી હતી. હાલ તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.
એસીપી વિમલ ગામિત મુજબ, પોલીસે એ પણ જાણકારી મેળવી છે કે ક્યાંક આ નેટવર્ક દ્વારા ગ્રાહકોને બ્લેકમેલ તો કરાતા નથી ને? કોઈની સાથે છેતરપિંડી થઈ છે કે નહીં ? હાલ પોલીસની સામે બ્લેકમેઈલિંગનો કોઈ મામલો સામે આવ્યો નથી. પરંતુ ઓનલાઈન વીડિયો કોલ અને વાંધાજનક કન્ટેન્ટ સાથે જોડાયેલા મામલાઓમાં બ્લેકમેઈલિંગનો ખતરો રહે છે. માટે પોલીસ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. આ મામલામાં આરોપી મનીષની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
હવે પોલીસની સામે ઘણાં સવાલો છે. આ નેટવર્ક કેટલા સમયથી ચાલી રહ્યું હતું ? કેટલાક ગ્રાહકો આની સાથે જોડાયેલા હતા? કેટલાક લોકો તેમાં સામેલ કરવામાં આવ્યા હતા ? કૂલ કેટલા નાણાંની લેણદેણ થઈ હતી? અને શું આ નેટવર્કનો ઉપયોગ કોઈની ઠગાઈ કે બ્લેકમેલ કરવા માટે કરવામાં આવ્યો? આ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ સામે આવશે.