ભારતમાં બ્રિક્સના મંચ પરથી પુતિને જી-7ને ધોઈ નાખ્યું!, કહ્યુ- સૌથી મોટી છે આપણી ઈકોનોમી
પુતિને પશ્ચિમી દેશો પર બ્રિક્સ દેશોને નબળા પાડવાની કોશિશનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે બ્રિક્સના પશ્ચિમી પ્રતિસ્પર્ધીઓ પોતાની જૂની આર્થિક બઢત પાછી મેળવવાની કોશિશ કરી રહ્યા છે અને આ સંઘર્ષ હવે સરકારી સ્તર પર પહોંચી ગયો છે.
ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે બ્રિક્સ સમિટ 2026નું 12-13 સપ્ટેમ્બરના રોજ આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં બોલતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને બ્રિક્સની વધતી શક્તિને લઈને મોટા દાવા કર્યા છે. બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા તેમણે કહ્યુ કે બદલાતી દુનિયામાં બ્રિક્સનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે બ્રિક્સની ઈકોનોમી હાલ દુનિયામાં સૌથી મોટી છે.
પુતિનના આ નિવેદનને દુનિયાના મોટા આર્થિક અને રાજકીય જૂથો વચ્ચે બ્રિક્સની વધતી શક્તિ તરીકે જોવાય રહ્યું છે. ખાસ કરીને જી-7 જેવા પ્રભાવશાળી જૂથની સામે બ્રિક્સ પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે.
પુતિને કહ્યુ છે કે દુનિયાની રાજકીય અને આર્થિક વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. તેવા સમયમાં બ્રિક્સના સદસ્ય દેશ સતત મજબૂત થઈ રહ્યા છે અને સમૂહનો વૈશ્વિક પ્રભાવ પણ વધી રહ્યો છે. પુતિને કહ્યુ છે કે બ્રિક્સ દેશ સમયની સાથે પોતાની શક્તિ અને મહત્ત્વ વધારી રહ્યા છે. તેમણે સમૂહની આર્થિક ક્ષમતા પર ભાર મૂકતા કહ્યુ છે કે બ્રિક્સની ઈકોનોમી હાલમાં દુનિયામાં સૌથી મોટી છે.
પુતિને કહ્યુ કે જી-7 દેશોની ગ્લોબલ ઈકોનોમીમાં હિસ્સેદારી લગભગ 18 ટકા રહી ગઈ છે, જ્યારે બ્રિક્સ દેશોની ભાગીદારી અંદાજે 40 ટકા છે. તેમણે બ્રિક્સને દુનિયાનો સૌથી મોટો આર્થિક સમૂહ ગણાવ્યો છે. પુતિને જી-7ની હાલની સ્થિતિ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે મને ખબર નથી કે તે તેમણે આવું કેમ કહ્યુ છે. તેમના આ નિવેદનને જી-7ની ઘટતી આર્થિક શક્તિ પર કટાક્ષ તરીકે જોવાઈ રહ્યું છે.
તેની સાથે જ પુતિને કહ્યુ છે કે બ્રિક્સ અન્ય દેશો સાથે સહયોગ માટે ખુલ્લું છે. તેમણે સમૂહના સદસ્ય દેશો વચ્ચે વધુ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો.
પુતિને પશ્ચિમી દેશો પર બ્રિક્સ દેશોને નબળા પાડવાની કોશિશનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે બ્રિક્સના પશ્ચિમી પ્રતિસ્પર્ધીઓ પોતાની જૂની આર્થિક બઢત પાછી મેળવવાની કોશિશ કરી રહ્યા છે અને આ સંઘર્ષ હવે સરકારી સ્તર પર પહોંચી ગયો છે.
પુતિને રશિયા પર લગાવવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોને પણ ખોટા ગણાવ્યા છે. પુતિને દાવો કર્યો છે કે આ પ્રતિબંધો બાદ પણ રશિયાએ પોતાની આર્થિક સ્થિતિે જાળવી રાખી છે. તેમણે બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ વચ્ચે બ્રિક્સ દેશોનની વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાની જરૂરત પર ભાર મૂક્યો.
મહત્ત્વપૂર્ણ છે કે રશિયા ક્યારેક જી-8નો ભાગ હતું. 2014માં ક્રીમિયાના રશિયામાં વિલય બાદ તેને આ ગ્રુપમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. તેના પછી આ ગ્રુપ ફરીથી જી-7 બની ગયું.