નાસિકમાં ફ્લાઈઓવર પરથી નીચે પટકાયો ટ્રક, અકસ્માતનો વીડિયો વાયરલ
વીડિયોમાં જોવા મળે છે કે ટ્રક પૂરઝડપે આગળ વધે છે અને બેરિયર સાથે અથડાયા બાદ ફ્લાઈઓવર પરથી નીચે પડી જાય છે. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિન્નર MIDC બાયપાસ વિસ્તારમાં એક ટ્રક ફ્લાઈઓવર પરથી નીચે પટકાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, 25 જુલાઈના રોજ બનેલી આ ઘટનામાં ટ્રક ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ ટ્રક ફ્લાઈઓવર પર લગાવવામાં આવેલા સુરક્ષા બેરિયરને તોડીને સીધો નીચે રોડ પર જઈ પટકાયો હતો.
વીડિયોમાં જોવા મળે છે કે ટ્રક પૂરઝડપે આગળ વધે છે અને બેરિયર સાથે અથડાયા બાદ ફ્લાઈઓવર પરથી નીચે પડી જાય છે. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
CCTV ફૂટેજ સામે આવ્યા બાદ આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. વીડિયો જોઈને અનેક લોકો અકસ્માતની ગંભીરતા અંગે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.