દેશની 1,00,843 શાળામાં માત્ર 1 શિક્ષક!, કેવી રીતે થશે- "પઢેગા ઈંડિયા તભી તો બઢેગા ઈંડિયા"?
સરકારી આંકડાથી ઉજાગર થાય છે કે દેશની 1 લાખથી વધુ સ્કૂલમાં 1 જ ટીચર છે. તેમાં સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત અને પ્રાઈવેટ એમ તમામ પ્રકારની શાળાઓ સામેલ છે. એકલા આંધ્રપ્રદેશમાં આવી 16 હજાર શાળાઓ છે
ભારત વિશ્વગુરુ ફરીથી બનશે,તેવા રાજકીય હાંકલો વચ્ચે સરકારી આંકડાથી ચિંતા વધી છે કે આવી રીતે કેવી રીતે પઢેગા ઈન્ડિયા તભી તો આગે બઢેંગા ઈન્ડિયા- સૂત્ર સાકાર થશે.
સરકારી આંકડાથી ઉજાગર થાય છે કે દેશની 1 લાખથી વધુ સ્કૂલમાં 1 જ ટીચર છે. તેમાં સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત અને પ્રાઈવેટ એમ તમામ પ્રકારની શાળાઓ સામેલ છે. એકલા આંધ્રપ્રદેશમાં આવી 16 હજાર શાળાઓ છે. આ આંકડા ટીચરોની તેનાતીમાં ભારે ઘટાડો દર્શાવે છે, જ્યારે દેશના કુલ સ્ટૂડન્ટ -ટીર રેશિયો રાષ્ટ્રીય માપદંડોની મર્યાદામાં છે.
ભારતની શાળાઓની સ્થિતિ
શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે સ્ટૂડન્ટ-ટીચર રેશિયો પ્રાઈમરી લેવલ પર 19, અપર પ્રાઈમરીમાં 17, સેકન્ડરીમાં 15 અને હાયર સેકન્ડરીમાં 23 છે. આ બધું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ મર્યાદાની અંદર છે. જો કે એક શિક્ષકવાળી સ્કૂલોના આંકડા દર્શાવે છે કે સારી રાષ્ટ્રીય સરેરાશ પાછળ શિક્ષકોની ઉપલબ્ધતામાં સ્થાનિક સ્તેર ભારે અસંતુલન પણ છૂપાયેલું છે.
આંધ્રપ્રદેશ ટોચ પર
UDISE+ ના 2025-26ના આંકડા મુજબ, ભારતમાં તમામ મેનેજમેન્ટ કેટેગરીમાં કુલ 1,00,843 શાળા એવી છે કે જેમાં માત્ર 1 જ શિક્ષક છે. આંધ્રપ્રદેશ આ યાદીમાં ટોચ પર છે.
આંધ્રપ્રદેશ 16,357 શાળાઓની સાથમાં યાદીમાં સૌથી ઉપર છે. જે દેશનીઆવી કુલ શાળાઓના 16 ટકાથી વધારે છે.
તેના પછી 9,287 શાળા સાથે ઝારખંડ અને 9,269 શાળા સાથે મહારાષ્ટ્ર છે. કર્ણાટકમાં 8,042, યુપીમાં 7,874, રાજસ્થાનમાં 7,200 અને પશ્ચિમ બંગાળમાં 6,769 આવી શાળાઓ છે. આ સાત રાજ્યોમાં એક શિક્ષકવાળી શાળાઓ આવી કુલ શાળાઓના લગભગ 65 ટકા છે.
આ સમસ્યા માત્ર ગરીબ કે ભૌગોલિક રીતે દુર્ગમ રાજ્યો સુધી મર્યાદીત નથી. પરંતુ જુદાંજુદાં વિસ્તારોમાં ફેલાયેલી છે.
તેલંગાણામાં 4,793, તમિલનાડુમાં 3,957, આસામમાં 3,159, હિમાચલ પ્રદેશમાં 3,128, ઉત્તરાખંડમાં 2,655 અને છત્તીસગઢમાં 2,461 શાળાઓ એક શિક્ષકવાળી છે.
જ્યારે કેરળમાં એક શિક્ષકવાળી શાળાઓ 67, નાગાલેન્ડમાં 35, સિક્કીમમાં 31, લડાખમાં 28 શાળા છે. દિલ્હી અને અંદમાન-નિકોબરમાં એક-એક શાળા 1 ટીચરવાળી છે.
આ આંકડા શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ રાજ્યસભામાં ટીચરોના ખાલી પદો સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં જણાવી. જો કે સવાલમાં ખાસ કરીને સરકારી સ્કૂલોનો ડેટા માંગવામાં આવ્યો હતો. પરંતુ સિંગલ ટીચરવાળી સ્કૂલો સંદર્ભે આપવામાં આવેલી જાણકારીમાં તમામ પ્રકારના મેનેજમેન્ટવાળી શાળાઓ સામેલ છે. મંત્રાલયે રાજ્યોના હિસાબથી મંજૂર પદો અથવા ખાલી પદોની જાણકારી આપી નથી.
સરકારે કહ્યું કે શિક્ષકોની ભરતી, નોકરીની શરતો અને તેનાતીનું કામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસન જોવે છે. તેમણે ખાલી પદોના કારણ રિટાયરમેન્ટ, રાજીનામું, નવા બનાવવા, સ્ટાફનું યોગ્ય વિતરણ અને એનરોલમેન્ટમાં પરિવર્તન (જેમાં ગ્રામીણ, આદિવાસી અને આકાંક્ષી જિલ્લા પણ સામેલ છે) ને જણાવ્યું.
સરકારે કહ્યું છે કે રાજ્યોને સલાહ અપાય રહી છે કે તેઓ પારદર્શક અને મેરિટ આધારીત ભરતી દ્વારા પદો ભરે અને શિક્ષકોની જરૂરતનો અંદાજ લગાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે. નિર્ધારીત સ્ટૂડન્ટ-ટીચર રેશિયો જાળવી રાખવા માટે સમગ્ર શિક્ષણ હેઠળ આર્થિક મદદ પણ આપવામાં આવી.