સોનમ વાંગચુકને અણ્ણા પાર્ટ-2 કહેવા બદલ કૉંગ્રેસને CJPની સલાહ, સરકારને અલ્ટીમેટમ
નીટ વિવાદમાં સીજેપીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સરકારને વલણ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું છે. જ્યારે 26 દિવસના અનશન સમાપ્ત કરનારા સોનમ વાંગચુકની થઈ રહેલી આલોચના પર સીજેપીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
સોશયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે જ્યારથી પોતાના આમરણ અનશન સમાપ્ત કર્યા છે, ત્યારથી તઓ વિપક્ષના નિશાને છે. કોંગ્રેસ સાંસદે તો તેમને અણ્ણા પાર્ટ-ટુ પણ ગણાવી દીધા છે.
નીટ પેપર લીક બાદ કેન્દ્ર સરકારની વિરુદ્ધ અનશન કરનારા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં જ પોતાના અનશન તોડયા હતા. જેનાથી વિપક્ષના નેતા ડીલની વાત કહીને આના પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે કોકરોચ જનતા પાર્ટી - સીજેપીનું રિએક્શન સામે આવ્યું છે.
વાંગચુકને ટ્રોલ કરવા મામલે આક્રોશ
સોનમ વાંગચુકના વીડિયો સંદેશનો ઉલ્લેખ કરીને સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ તેમને ટ્રોલ કરનારાઓની આકરી ટીકા કરી છે. રાંકાએ કહ્યુ છે કે આનાથી વધારે શરમજનક વાત બીજી કોઈ હોઈ શકે નહીં. જે વ્યક્તિએ દેશના ભવિષ્ય માટે પોતાનો જીવ જોખમમાં નાખીને 26 દિવસ અનશન કર્યા, રાઈટ વિંગ તેને જ ટ્રોલ કરી રહ્યા છે. આ બેહદ શરમજનક છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે વાંગચુકના અનશનને અણ્ણા પાર્ટ-2 અને સરકાર સાથે પર્સનલ ડીલ ગણાવ્યા હતા, તેના પર સીજેપી પ્રવક્તા રાંકાએ આકરી પ્રતિક્રિયા આપી છે.
વાંગચુકનો બચાવ કરતા રાંકાએ કહ્યુ છેકે અમને ખબર નથી કે કોંગ્રેસ શું વિચારી રહી છે, પરંતુ સોનમજીએ ઘણું કર્યું છે. રાંકાએ કહ્યુ છે કે તેમણે (વાંગચુક) જતાં-જતાં સરકાર સાથે એ વાત પર પણ નેગોશિએશન કર્યું છે કે છાત્રો પર કોઈ કાયદાકીય મામલો નોંધાય નહીં અને તેમને વળતર મળે. તેવામાં સોનમજી પર સવાલ ઉઠાવવો બિલ્કુલ પણ યોગ્ય નથી.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર હવે ચર્ચાને અવકાશ નથી
નીટ વિવાદને લઈને સીજેપીએ સરકારની વિરુદ્ધના પોતાના વલણને વધુ કડક કર્યું છે. સરકાર સાથે આજે થનારી બેઠક પહેલા સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યુ છે કે તેમને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સરકાર પાસેથી ગોળગોળ નહીં, પરંતુ હા અથવા ના માં જવાબ જોઈએ.
સરકાર સાથેની આજની પ્રસ્તાવિત બેઠકની જાણકારી આપતા રાંકાએ સ્પષ્ટ માગણી કરી છે. સીજેપી પ્રવક્તાએ કહ્યુ છે કે સરકારે અમને આજે બપોરે 3.30થી 4 વાગ્યા વચ્ચેનો સમય આપ્યો છે, જો કે બેઠકની જગ્યા હજી નક્કી થઈ નથી. અમારું વલણ બિલ્કુલ સ્પષ્ટ છે. જે બે માંગણી વપર સરકાર સાથે સૈદ્ધાંતિક સંમતિ બની ગઈ છે, તેની અમને લેખિત પુષ્ટિ જોઈએ. જેથી આ મુદ્દાને ક્લોઝ કરી શકાય. રાંકાએ કહ્યુ છે કે અમને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને પુરી સ્પષ્ટતા જોઈએ કે સરકાર તેમનું રાજીનામું લેશે કે નહીં. અમને માત્ર હા અથવા ના-માં જવાબ જોઈએ, કારણ કે હવે આ મુદ્દા પર ચર્ચા માટે વધુ અવકાશ બચ્યો નથી.
સીજેપી પ્રવક્તા રાંકાએ કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે થયેલી પોતાની મુલાકાતને હકારાત્મક ગણાવી છે. તેમણે કહ્યુ છે કે સરકાર તરફથી શિક્ષણ મંત્રીના રાજીનામા પર તસ્વીર સ્પષ્ટ થયા બાદ સીજેપી પોતાની ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. રાંકાએ ક્હયુ કે અમારી મુખ્ય માગણી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોઈ નક્કર નિર્ણય થયો નથી.
મીડિયા રિપોર્ટ્સને ટાંકીને ખબર છે કે તેઓ રાજીનામું નહીં આપે. જો આવું છે, તો સરકારે આ વાત સ્પષ્ટપણે જણાવવી જોઈએ, કારણ કે તો પછી આ બેઠકોનો કોઈ અર્થ રહી જતો નથી. જો સરકારનું આ વલણ રહ્યું, તો અમે કડક વલણ અખત્યાર કરવા માટે મજબૂર થઈશું.
એનટીએ અધિકારીઓ પર કાર્યવાહી પુરતી નથી
તાજેતરમાં શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી- એનટીએના 47 અધિકારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને સીજેપીએ અપુરતી ગણાવી છે. સીજેપી તરફથી ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પેપર લીક અને તેના કારણે છાત્રો દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાઓની આખરી જવાબદારી શિક્ષણ મંત્રીની જ બને છે, માટે તેમનું રાજીનામું સૌથી વધુ જરૂરી છે.