ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો CJP નેતાઓએ નાચીને મનાવ્યો જશ્ન, NEET પેપર લીકમાં આપઘાત કરનારા ભૂલાયા?
ડાન્સ ફ્લોર પર નાચતા સીજેપીન નેતાઓની સોશયલ મીડિયા પર ભારે ટીકા થઈ હી છે. કેટલાક લોકો નીટ પરીક્ષામાં આપઘાત કરનારા છાત્રો માટે આંદોલનની વાત કહીને આ પ્રકારે નાચવા-ગાવાને ખોટું ગણાવી રહ્યા છે. તેમાના કેટલાકનું કહેવું છે કે ટેકેદારોએ પોલીસની લાઠીઓ ખાધી અને આંદોલન સમાપ્ત થયા બાદ જ્યારે તે બસો અને ટ્રેનોમાં ભરીને જ્યારે ઘરે જઈ રહ્યા છે, તો સીજેપીના નેતા નાચી રહ્યા છે.
એક મહીનાથી વધારે સમય સુધી આંદોલન ચલાવીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવા માટે મજબૂત કસરનારી કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ હવે ઉજવણીના મોડમાં છે. લાંબા સંઘર્ષ પછી મળેલી જીતની આ ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશયલ મીડિયા પર વાઈલ થઈ રહેલા વીડિયોમાં સીજેપી પ્રવક્તા સૌરભ દાસ, આશુતોષ રાંકા સહીત કોર ટીમના ડઝનબંધ લોકો ફિલ્મી સોંગ્સ પર નાચતા દેખાઈ રહ્યા છે. એક તસ્વીરમાં સીજેપીના સંસ્થાપક અભિજીત દિપકે પણ તેમની વચ્ચે બેઠેલા દેખાય છે.
સૌરભ દાસે એક વીડિયોમાં કેક કાપતા કહ્યુ કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ખુશીમાં આવું કરી રહ્યા છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ કહી રહ્યા છે. તેના સિવાય ઘણાં એા વીડિયો વાઈરલ થઈ રહ્ય છે, જેમાં સીજેપીના નેતા બોલીવુડના ગીતો પર નાચી રહ્યા છે.
ઓ લડકી બ્યૂટીફુલ કર ગઈષ નાગિન ડાંસ નચના... જેવા ગીતો પર નાચતા સીજેપીના નેતાઓના આ વીડિયોઝ શેયર કરતા સોશયલ મીડિયા પર યૂજર્સ તેમની ટીકા પણ કરી રહ્યા છે. જંતર-મંતર પર આંદોલન કરનારાઓએ માગણી પુરી થયા બાદ ફાઈવસ્ટાર હોટલમાં જશ્ન માનવ્યો. અમે આ વાતની પુષ્ટિ કરતા નથી કે આ ઉજવણી ક્યાં થઈ હતી.
એક વીડિયોમાં ડાન્સ ફ્લોર પરથી કંઈક દૂર અભિજીત દિપકે બેઠેલા દેખાઈ રહ્યા છે, જે હાલ ટાઈફોઈડથી પીડિત છે. આ પહેલા જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના અહેવાલ આવ્યા, તો જંતર-મંતર પર સીજેપી સમર્થકો ખુશીથી ઝુમી ઉઠયા હતા. ઘણી વાર સુધી ત્યાં તેઓ નાચતા રહ્યા અને એકબીજાને ગળે મળીને જીતના અભિનંદન પણ આપતા રહ્યા.
ડાન્સ ફ્લોર પર નાચતા સીજેપીન નેતાઓની સોશયલ મીડિયા પર ભારે ટીકા થઈ હી છે. કેટલાક લોકો નીટ પરીક્ષામાં આપઘાત કરનારા છાત્રો માટે આંદોલનની વાત કહીને આ પ્રકારે નાચવા-ગાવાને ખોટું ગણાવી રહ્યા છે. તેમાના કેટલાકનું કહેવું છે કે ટેકેદારોએ પોલીસની લાઠીઓ ખાધી અને આંદોલન સમાપ્ત થયા બાદ જ્યારે તે બસો અને ટ્રેનોમાં ભરીને જ્યારે ઘરે જઈ રહ્યા છે, તો સીજેપીના નેતા નાચી રહ્યા છે.
કેટલાકે એ જુનૈદની યાદ અપાવી જે આંદોલનકારીોને ખાવાનું ખવડવાતો અને કથિતપણે હવે પોલીસની તપાસનો સામનો કરી રહ્યો છે.
રોહિત ગુપ્તા નામના એક યૂઝરે લખ્યું છે કે પ્રધાનના રાજીનામા બાદ સીજેપી સદસ્યો દ્વારા કોઈ મોટી હોટલમાં ડાન્સ અને જશ્નના ચોંકાવનારા વીડિયો આ ફ્રોડને જોવો. યાદ રાખો આ અમીર લોકોએ એકપણ લાઠીચાર્જ અને ટિયરગેસનો સામનો કર્યો નથી. જ્યારે ઘણાં ગરીબ છાત્રોએ પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા અને તેમને ઈજાઓ પણ થઈ.
તો બીજી તરફ કેટલાક લોકો સીજેપીના નેતાઓનો બચાવ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે એક લક્ષ્યને પ્રાપ્ત કર્યા બાદ આ પ્રકારના જશ્નમાં કોઈ બુરાઈ નથી.