"ભારતે ચીનના સામાનને અમેરિકાના ભારે ટેરિફથી બચાવ્યો"!:ટ્રમ્પના સલાહકારનો મોટો દાવો
ટ્રમ્પના સલાહકાર પીટર નવેરાનો દાવો છે કે ભારત એક ગુપ્ત શિપમેન્ટ નેટવર્કનો હિસ્સો છે, તેના દ્વારા ચીની સામાનોને મોટા અમેરિકન ટેરિફથી બચાવી રહ્યું છે
ભારત અને ચીનના સંબંધો ગલવાન ઘાટીના ઘર્ષણ બાદ વણસેલા છે. તેને પાટા પર લાવવા માટે વાતચીત થઈ રહી છે. ગલવાન ઘાટી ઘર્ષણ બાદ ભારતમાં ચીનના માલસામાનના બહિષ્કારની વાતો પણ ખૂબ થઈ છે. પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટવર્તી અને વ્હાઈટ હાઉસના વ્યાપાર તથા મેન્યુફેક્ચરિંગ સલાહકાર પીટર નવારોએ ભારતને લઈને તીખી ટીપ્પણી સાથે ચોંકાવનારો દાવો કર્યો છે.
ટ્રમ્પના સલાહકાર પીટર નવેરાનો દાવો છે કે ભારત એક ગુપ્ત શિપમેન્ટ નેટવર્કનો હિસ્સો છે, તેના દ્વારા ચીની સામાનોને મોટા અમેરિકન ટેરિફથી બચાવી રહ્યું છે.
પીટર નવારોના તૈયાર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે, અમેરિકાને દર વર્ષે 19 અબજ ડોલરથી લઈને 26 અબજ ડોલરની વચ્ચે ટેરિફ રેવન્યૂનું મોટું નુકશાન થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ ચીનથી આવનારો માલ છે, જેને ત્રીજા દેશ દ્વારા અમેરિકાના આયાત શુલ્કથી બચવા માટે મોકલવામાં આવે છે.
રિપોર્ટ મુજબ, 2018 બાદથી આ ગોટાળો કમ્યુનિસ્ટ ચીનને 40થી વધારે દેશો દ્વારા પોતાના નિકાસને લૉન્ડર એટલે કે કાયદેસરની બનાવવા માટેની સુવિધા અપાય છે. આ ગુપ્ત નેટવર્કમાં અમેરિકાના સૌથી મોટા વ્યાપારીક ભાગીદાર સામેલ છે. જેમાં ભારત, મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયાના નામ મુખ્ય છે.
અમેરિકાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન આ દેશોમાં મામૂલી પ્રોસેસિંગ, રી-લેબલિંગ અથવા રી-પેકેજિંગ દ્વારા પોતાના સામાનનું ઓરિઝિન બદલી નાખા છે, જેનાથી તે નવું લાગે છે જ્યારે તેનું અસલી કન્ટેન્ટ ચીની જ રહે છે.
પીટર નવારોની ચેતવણી છે કે ભારત સંપૂર્ણપણે અમારા રડાર સ્ક્રીન પર છે. તેમણે કહ્યુ છે કે ટ્રમ્પ પ્રશાસનના નવા વ્યાપારીક માળખામમાં એવી કડક જોગવાઈ સામેલ કરવામાં આવી રહી છે, જેનાથી આ પ્રકારની વ્યાપારીક પ્રથાઓમાં સામેલ ભાગીદારોને દંડિત કરી શકાય.
નવારોએ આરોપ લગાવ્યો છે કે ભારત અને કેટલાક અન્ય દેશ અમેરિકાના પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલા નવા ટેરિફથી બચવા માટે પણ આ શેડો નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિધેયક હેઠળ, સતત રશિયન ખનીજતેલના કારણે ભારત, ચીન, સ્લોવેકિયા, હંગેરી અને આઝારબૈજાનને 100 ટકા ટેરિફોનો સામનો કરવો પડી શકે છે. નવારોનો દાવો છે કે 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતની રશિયન ખનીજતેલ વ્યાપારમાં ભાગીદારી ઝડપથી વધી છે.
વ્યાપારને લઈને નવારો પહેલા પણ ભારતની આકરી ટીકા કરી ચુક્યા છે અને તેને ટેરિફનું મહારાજા કહી ચુક્યા છે. તાજેતરમાં નવી દિલ્હી અને તેમની વ્યાપાર નીતિઓ પર કરવામાં આવેલી ટીપ્પણીઓને કારણે તેમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ટીકાઓ પર પ્રતિક્રિયા આપતા આ સપ્તાહે વ્હાઈટ હાઉસમાં તેમણે કહ્યુ કે ઈન્ટરનેટ પર ભારતીય ઉપખંડ તરફથી તેમના પર ઘણાં પ્રકારના ભદ્દા વાક્પ્રહારો કરવામાં આવ્યા. તેમણે ટીકાકારોને કહ્યુ કે આવું ન કરો. અમેરિકામાં અમે સમસ્યાઓને આવી રીતે ઉકેલતા નથી.