ડરામણો ટ્રેન્ડ: સાઉદી-ખાડી દેશોમાંથી કેરળ પાછા ફરનારાઓની માનસકિતા કટ્ટર, થરુરની ચિંતા પછી ચર્ચા વધી
સ્ટડીના પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના મેમ્બર શમિકા રવિએ પણ જવાબ આપતા કહ્યું છે કે રિસર્ચ પેપરના પરિણામ ગત 3 દશકાઓમાં કેરળથી મળેલા અને ઘણાં સાંભળેલા રિપોર્ટ સાથે મેળ ખાય છે
સાઉદી અરેબિયામાં વર્ષો વિતાવીને કેરળ પાછા ફરનારા ભારતીયો વધુ રુઢીવાદી થઈ જાય છે. વર્લ્ડ બેંકના રિસર્ચ પેપરમાં આ ખુલાસો થયો છે. કોંગ્રેસના સાંસદ શશી થરુરે સાઉદી સહીત ખાડી દેશોમાંથી પાછા ફરનારાઓની અંદર વધી રહેલી રુઢીવાદીતા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પ્રતિક્રિયા આપી તેના પછી સોશયલ મીડિયામાં આને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.
વર્લ્ડ બેંકની સ્ટડી સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોમાંથી પાછા ફરેલા પ્રવાસીઓ પર છે. તેમાં તેમના સામાજિક અને જેન્ડર દ્રષ્ટિકોણ અને ઘરેલુ હિંસાને સામાન્ય માનવાના વિચારનો પણ ઉલ્લેખ છે. વર્લ્ડ બેંકના રિસર્ચ પેપરનું ટાઈટલ છે- બિયોન્ડ મની- ડઝ માઈગ્રેશન એક્સપીરિયન્સ ટ્રાન્સફર જેન્ડર નોર્મ્સ? એમ્પિરિકલ એવિડેન્સ ફ્રોમ કેરળ, ઈન્ડિયા.
આ અભ્યાસ માર્ચ- 2022માં પ્રકાશિત થો હતો. શશી થરુર સહીત ઘણાં પ્રભાવશાળી લોકોની આની પર પ્રતિક્રિયા આવી હતી, સ્ટડીના પરિણામો પર ફરીતી વાત થવા લાગી. થરુરે કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના સિનિયર ફેલો મિલન વૈષ્ણવની એક પોસ્ટ પર રિએક્શન આપ્યું. આ પોસ્ટમાં મિલન વૈષ્ણવે વર્લ્ડ બેંકના એ રિપોર્ટ પર અભિપ્રાય આપ્યો હતો. થરુરે કહ્યુ, આ પરેશાન કરનારી ખબરો છે. કેરલમાં લાંબા સમયથી ઈસ્લામની એક ઉદાર અને પ્રોગ્રેસિવ પરંપરા રહી છે. રાજ્યમાં પ્રવર્તમાન પરસ્પર મેળ-મેલાપ અને કોમવાદી સદભાવનાની સાથે આ સંસ્કૃતિ સંપૂર્ણપણે મેળ ખાય છે. કેરળને એ વાત પર ગર્વ છે કે તેણે મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓને પણ યુવકો અને પુરુષોને સમાન શિક્ષણ આપ્યું છે.
થરુરે કહ્યુ છે કે આ રિપોર્ટથી ખબર ડે છે કે વિદેશોથી રુઢીવાદી અને ત્યાં સુધી કે પ્રતિક્રિયાવાદી વિચાર અને રીતિ-રીવાજ અહીં આવી રહ્યા છે. તેના માટે મુસ્લિમ સમુદાયની અંદર પણ ગંભીરતાથી આત્મમંથન અને પરસ્પર વાતચીતની જરૂરત છે.
મિલન વૈષ્ણવે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે સાઉદી અરેબિયાથી કેરલ આવનારા પ્રવાસી, ક્યારેય વિદેશ નહીં જનારાઓની સરખામણીમાં વધારે રુઢિવાદી થઈ જાય છે. જેન્ડર બેસ્ડ હિંસા અને મહિલાઓ સાથે શારીરિક હિંસા કરવાના મામલામાં તેમના વિચાર અને વલણો બંને કડક હોય છે.
સ્ટડીના પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના મેમ્બર શમિકા રવિએ પણ જવાબ આપતા કહ્યું છે કે રિસર્ચ પેપરના પરિણામ ગત 3 દશકાઓમાં કેરળથી મળેલા અને ઘણાં સાંભળેલા રિપોર્ટ સાથે મેળ ખાય છે.
રિસર્ચર્સે સાઉદી અરેબિયાને અન્ય ખાડી દેશોથી અલગ માન્યો, કારણ કે ત્યાંનો સામાજિક માહોલ ઘણો વધારે કન્ઝર્વેટિંવ છે. ખાસ કરીને મહિલાઓની ભૂમિકાઓના મામલામાં. અન્ય ગલ્ફ ગ્રુપમાં બહરીન, કુવૈત, ઓમાન, કતર અને યુએઈ જેવા દેશો સામેલ હતા.
ઈન્ડિયા ટુડે સાથે જોડાયેલા અવિનાશ કટીલના અહેવાલ મુજબ, વર્લ્ડ બેંકની સ્ટડ઼ીમાં પાંચ મોટા ઈન્ડેક્સ દ્વારા પ્રવાસીઓના દ્રષ્ટિકોણને માપવામાં આવ્યા- રોજગાર, સામાન્ય જેન્ડર તરીકે દ્રષ્ટિકોણ, ઘરમાં નિર્ણય લેવા, જેન્ડર બેસ્ડ હિંસા અને એક્ટ્રીમ જેન્ડર દ્રષ્ટિકોણ.
સાઉદી અરેબિયાથી પાછા ફરેલા લોકોમાં બિનપ્રવાસી લોકોની સરખામણીમાં ફરક ઘણો ચોંકાવનારો હતો. સાઉદીથી પાછા ફરેલા લોકો સામાન્ય જેન્ડર દ્રષ્ટિકોણ પર 6.0 સ્ટેન્ડર્ડ એવિએશન (એસડી) વધુ કન્ઝર્વેટિવ હતા. ઘરના નિર્ણય લેવા પર 2.3 એસડી વધુ કન્ઝર્વેટિવ હતા. જેન્ડર બેસ્ડ હિંસા પર 3.0 એસડી વધારે કન્ઝર્વેટિવ હતા અને એક્ટ્રીમ જેન્ડર દ્રષ્ટિકોણ પર 2.6 એસડી વધારે કન્ઝર્વેટિવ હતા.