મથુરા-વૃંદાવન: બાંકે બિહારી મંદિરમાં યુવક પર લેડી કોન્સ્ટેબલે થપ્પડો વરસાવી!
ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ તીર્થસ્થાન મથુરા વૃંદાવન ખાતે ઠાકુર બાંકે બિહારી મંદિરમાં રવિવારે શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે એક લેડી પોલીસ કોન્સ્ટેબલે એક પુરુષ શ્રદ્ધાળુ પર થપ્પડોનો વરસાદ વરસાવ્યો. આનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બહાર નીકળવાના દરવાજા પાસે ભીડ નિયંત્રણ દરમિયાન શરૂ થયેલી બોલાચાલી મારપીટમાં બદલાઈ ગઈ.
મથુરાના વૃંદાવન ખાતેના વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર થંભવાનું નામ લઈ રહ્યું નથી. રવિવારે ભીડના દબાણને કારણે એક મહિલા પોલીસકર્મી અને શ્રદ્ધાળુની વચ્ચે મારપીટનો વીડિયો સોશયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
જણાવવામાં આવે છે કે રવિવારે રજાને કારણે બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા. તે દરમિયાન કોઈ વાતને લઈને એક મહિલા પોલીસકર્મી અને પુરુષ શ્રદ્ધાળુ વચ્ચે વિવાદ સર્જાયો અને તે મારપીટમાં ફેરવાયો હતો.
એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોલીસકર્મી પુરુષ શ્રદ્ધાળુ પર થપ્પડો વરસાવી રહી છે. આ વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયા બાદ આ મામલો ચોતરફ ચર્ચાનો વિષય બન્યો છે.
આના સંદર્ભે સીઓ સદર વરુણ મિશ્રાએ કહ્યુ છે કે 19 જુલાઈએ વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં એક મહિલા પોલીસકર્મી અને એક વ્યક્તિ વચ્ચેના વિવાદનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે.
સીઓ મુજબ, મહિલા પોલીસકર્મી બાંકે બિહારી મંદિરનના નિકાસ ગેટ-4 પર તેનાત હતી, જ્યાં દર્શન કરીને નીકળી રહેલા યુવકે મહિલા પોલીસકર્મી સાથે ધક્કામુક્કી અને ગેરવર્તન કર્યું.
તેના પછી મહિલા પોલીસકર્મીએ પલટવાર કર્યો. તેમનું કહેવું છે કે બંને પક્ષોમાં પરસ્પર સંમતિથી આ મામલાનું સમાધાન થઈ ગયું છે અને યુવકે મહિલા પોલીસકર્મીની સ્વેચ્છાથી માફી માંગી છે.