ભાજપમાં જોડાવાની ઓફર-ધમકી મળી હતી, પણ BJPમાં ક્યારેય નહીં જોડાવું: CJP સંસ્થાપક અભિજીત દીપકે
દીપકેએ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે ચાહે મને કેટલાય પણ પ્રસ્તાવો આપવામાં આવે, હું ક્યારેય પણ ભાજપમાં સામેલ નહીં થવું. તમે તમારા પૌત્રના વયના બાળકને ડરાવી રહ્યા છો. હું નરેન્દ્ર મોદી અને અમિત શાહના પૌત્રની વયનો છું. તમે 30 વર્ષના એક યુવાનને કેટલી ધમકી આપશો?
દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં થયેલા છાત્ર પ્રદર્શનો વચ્ચે કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેએ સત્તાધારી ભાજપને લઈને સંગીન આરોપો લગાવ્યા છે. મરાઠી ન્યૂઝચેનલ લોકસત્તાના અહેવાલ મુજબ, દીપકેએ ખુલાસો કર્યો છે કે ભાજપ તરફથી તેમને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું અને તેની સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી.
અભિજીત દીપકેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે તેમને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે તે ભાજપમાં સામેલ થઈ જાય, નહીંતર તેમને હટાવી દેવામાં આવશે. તેમનો દાવો છે કે તેમના માતાપિતાને લઈને પણ તેમને ડરાવવા-ધમકાવવાની કોશિશ કરવામાં આી. દીપકેએ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે ચાહે મને કેટલાય પણ પ્રસ્તાવો આપવામાં આવે, હું ક્યારેય પણ ભાજપમાં સામેલ નહીં થવું. તમે તમારા પૌત્રના વયના બાળકને ડરાવી રહ્યા છો. હું નરેન્દ્ર મોદી અને અમિત શાહના પૌત્રની વયનો છું. તમે 30 વર્ષના એક યુવાનને કેટલી ધમકી આપશો?
વિદેશી ફંડિંગના દાવાને દીપકેએ અમિત શાહની નિષ્ફળતા ગણાવી
ગૃહ મંત્રી અમિત શાહને નિશાને લેતા અભિજીત દીપકેએ કહ્યુ કે જો સરકાર અથા ભાજપ આ આરોપો લગાવી રહ્યું છે કે આ આંદોલન માટે નાણાં બહારથી આવી રહ્યા છે, તો આ સીધી ગૃહ મંત્રી અમિત શાહની વહીવટીય નિષ્ફળતા છે. મહત્ત્વપૂર્ણ છે કે દીપકેએ સવાલ ઉઠાવ્યો કે જો સીજેપી કે દેખાવકારોને વિદેશથી નાણાં મળી રહ્યા છે, તો દેશનું ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે? દેખાવકારો પર ગોળી ચલાવવાનો આદેશ પણ ગૃહ મંત્રાલયના ઈશારે અપાયો.
બાબા રામદેવ અને નવા શિક્ષણ મંત્રી પણ નિશાને
યોગ ગુરુ બાબા રામદેવે જનરેશન ઝેડ દ્વારા સંસ્કૃતિ બગાડવા-વાળા નિવેદન પર દીપકેએ કહ્યુ કે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવો કોઈ પાપ નથી. તેમણે ક્હ્યુ કે બાબા રામદેવે દેશના યુવાઓને ઉપદેશ આપવાના સ્થાને પોતાના પતંજલિના ઉત્પાદોના વેચાણ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
તેની સાથે જ તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના સ્થાને નવા શિક્ષણ મંત્રી બનાવાયેલા પ્રહલાદ જોશીની નિયુક્તિ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે દેશના ચાર બંધારણીય સ્તંભ હાલ ગંભીર ખતરામાં છે અને સત્તા પક્ષ વિરોધને દબાવવા માટે દરેક એજન્સીનો ઉપયોગ કરી રહ્યો છે.
જેન ઝી યુવાઓના ડિજિટલ વિરોધનો બચાવ કરતા તેમણે કહ્યુ કે આઝના યુવા પ્રદર્શન દરમિયાન મોબાઈલ ફોનથી સચ્ચાઈ રેકોર્ડ કરી રહ્યા છે, તો પોલીસ પ્રશાસન આનાથી ગભરાઈ કેમ રહ્યું છે? તેમણે કહ્યુ છે કે પોલીસને કોઈ રાજકીય પક્ષે મ્હોરું બનાવવાના સ્થાને બંધારણના માર્ગે ચાલવું જોઈએ.