પૂર્વ કૉંગ્રેસી સામે કાકાનો બળાપો ? : ભાજપના રાષ્ટ્રીય સચિવ બનેલા રોહન ગુપ્તાને નીતિન પટેલ ઓળખતા નથી!
તાજેતરમાં નીતિન પટેલની એક સોશયલ મીડિયા પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. તેમાં ભાજપની કેન્દ્રીય કારોબારીમાં ગુજરાતના ચાર નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. જેમાંથી ત્રણ નેતાઓના ફોટો સાથે નીતિન પટેલે સોશયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી
ગુજરાતના મુખ્યમંત્રી બનતા બનતા થોડાક માટે રહી ગયેલા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓથી અણગમો ધરાવે છે? આ પ્રશ્ન એટલા માટે થાય છે, કારણ કે તાજેતરમાં નીતિન પટેલની એક સોશયલ મીડિયા પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. તેમાં ભાજપની કેન્દ્રીય કારોબારીમાં ગુજરાતના ચાર નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. જેમાંથી ત્રણ નેતાઓના ફોટો સાથે નીતિન પટેલે સોશયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. જ્યારે રોહન ગુપ્તા કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, તેમને ભૂતપૂર્વ નાયબ મુખ્યંત્રીએ શુભેચ્છા પાઠવી નથી. આ અંગે નીતિન પટેલે જ ક્હ્યુ કે હું રોહન ગુપ્તાને ઓળખતો નથી.
17 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પાર્ટીની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી હતી. 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ચાર નેતાઓ જેમાં વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ડૉ. હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. આમ સંગઠનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધ્યું છે.
ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 17 ઓગસ્ટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કડી તાલુકના વિસતપુરા ગામના વતની અને અમદાવાદના અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલક સુરેન્દ્રનગરનિા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબહેન દોશી અને વડોદરાના ડૉ. હેમાંગ જોશીની નિમણૂકને લઈને ત્રણેયને અભિનંદન પાઠવ્યા હતા.

જો કે રોહન ગુપ્તાને તેમણે કોઈ અભિનંદન પઠાવ્યા નથી કે ન તો તેમનો ઉલ્લેખ કર્યો છે. એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલમાં નીતિન પટેલ સાથેની ટેલિફોનિક વાતચીતને ટાંકવામાં આવી છે. જેમાં નીતિન પટેલે કહ્યુ હતુ કે હું રોહન ગુપ્તાને ઓળખતો નથી અને તેઓ મને ઓળખતા નથી. કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને! હું તેમને કોઈ દિવસ મળ્યો નથી એ પણ મને ક્યારેય મળ્યા નથી. મને તેમનો પરિચય નથી. આ ત્રણેયને હું ઓળખું છું એટલે મેં તેમને શુભેચ્છા પાઠવી છે.
હવે સવાલ એ છે કે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પદેથી હટયા બાદ હવે સંગઠનમાં પણ તેમને ક્યાંય સમાવાયા નથી, તેનાથી નારાજ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની વણઝારથી પહેલેથી નાખુશ હતા અને હવે તેમણે પોતાની પ્રતીકાત્મક નાખુશી વ્યક્ત કરી છે?