અમદાવાદમાં અખબારનગર અંડરપાસમાં પિક અવર્સમાં 5 કાર અથડાઈ, અચાનક બ્રેક મારતા અકસ્માત
પોલીસે ગાડીઓને રોડની સાઈડમાં કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. કારચાલકની ફરિયાદ નોંધીને અકસ્માત મામલે પોલીસ તપાસહાથ ધરી છે
અમદાવાદના અખબારનગર અંડરપાસમાં આજે પિક અવર્સમાં એક કારચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી કારો એક પછી એક અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ કારને નુકશાન થયું હતું.
પોલીસે ગાડીઓને રોડની સાઈડમાં કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. કારચાલકની ફરિયાદ નોંધીને અકસ્માત મામલે પોલીસ તપાસહાથ ધરી છે.
અખબારનગર અંડરપાસમાં સવારે 11 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં અચનાક બ્રેક મારવાથી પાછળ આવતી પાંચ કારો અને તેના પછી છેલ્લે બીઆરટીએસની બસ પણ અથડાઈ હતી.
અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ અહીં પહોંચી હતી. તેણે ટ્રાફિક નિયમન કરાવ્યું હતું. અકસ્માત થયા બાદ ડેશબોર્ડના કેમેરા ચેક કરીને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.