ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, જાણો શું છે મામલો?
આ આખો મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે કેન્દ્ર સરકાર અને મેટાના અધિકારીઓની વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી. તેમાં સોશયલ મીડિયા પર ચાલી રહેલા CSAM અને ડીપફેક કન્ટેન્ટને લઈને વાત થઈ હતી
Metaના CEO માર્ક ઝકરબર્ગે બુધવારે PM મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના મામલે ભારત સરકારની માફી માંગી છે.ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે બાાળ યૌન શોષણ સામગ્રી (CSAM), ડીપ ફેક કંટેન્ટને પ્લેટફોર્મ પર દેખાડવા બદલ માફી માંગી છે.
કેન્દ્ર સરકારની સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે પોતાનું માફીનામું મોકલ્યું છે. આ આખો મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે કેન્દ્ર સરકાર અને મેટાના અધિકારીઓની વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી. તેમાં સોશયલ મીડિયા પર ચાલી રહેલા CSAM અને ડીપફેક કન્ટેન્ટને લઈને વાત થઈ હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મેટા ચીફે સ્પષ્ટપણે જણાવ્યું કે તે કોઈ મધ્યસ્થની ભૂમિકામાં આવતા નથી. મેટા જ એ વાતને નક્કી કરે છે કે ક્યું કન્ટેન્ટ કોને મળશે અને કેવી રીતે મળશે. માટે આઈટી એક્ટ હેઠળ મળનારા સેફ હાર્બર (સુરક્ષા)ની સુવિધા તેમના પર લાગુ થતી નથી.
રિપોર્ટ્સ મુજબ, મેટા ચીફે પોતાના માફીનામામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે કેટલાક ખાસ પ્રકારના કન્ટેન્ટને બુસ્ટ કરવા માટે ઘણાં નાણાં આપવામાં આવ્યા હતા. તેમણે આ મામલામાં માફી માંગી અને પોતાની ભૂલ પર અફસોસ વ્યક્ત કર્યો. સૂત્રો મુજબ, સરકાર મેટા ચીફની આ માફીથી સંતુષ્ટ નથી. આ મામલામાં જલદી મેટા અધિકારીઓને ફરીથી બોલાવવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે ઝુકરબર્ગની આ માફી એ તપાસ સાથે જોડાયેલી છે, જેમાં એ સામે આવ્યું હતું કે મેટાના પ્લેટફોર્મ્સ પર બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલી એડ ચલાવાય રહીછે. બીબીસી આઈ પ્રમાણે, લગભગ 30 જુદાંજુદાં વિજ્ઞાપનોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં યૌન શોષણને પ્રોત્સાહિત કરાઈ રહ્યું હતું. બાદમાં તેની જાણકારી ભારતીય અધિકારીઓને આપવામાં આવી હતી. તેના પછી આ મામલામાં મેટાનો જવાબ માંગવામાં આવ્યો હતો.