"ઝંડો ફરકાવાથી પોલીસે રોક્યા, ઝપા - ઝપીમાં છાતીમાં ઈજા થઈ", છાત્ર નેતા દેવેન્દ્ર મહતોનો આરોપ
છાત્ર નેતા દેવેન્દ્ર નાથ મહતોએ એક્સ હેન્ડલ પર લખ્યું કે આખરે શું આ જ આઝાદી છે. શું આપણે આપણા જ દેશમાં તિરંગો ફરકાવવા અને તિરંગા યાત્રામાં સામેલ થવા માટે પણ સ્વતંત્ર નથી.
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC રિફોર્મને લઈને છાત્રોના આંદોલનનો આજે 22મો દિવસ છે. આ દરમિયાન છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યુ છે કે જયપાલ સિંહ સ્ટેડિયમ ખાતે ઝંડો ફરકાવવા જતી વખતે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા અને ધક્કામુક્કી દરમિયાન તેમની છાતીમાં ઈજા થઈ. હાલ તેમનો ઈલાજ અને તબીબી તપાસ ચાલુ છે.
મહત્ત્વપૂર્ણ છે કે શનિવારે છાત્રો તરફથી તિરંગા યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં શરૂ થવાની હતી. આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પાછી જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે સમાપ્ત થવાની હતી.
જાણકારી મુજબ, યાત્રાની શરૂઆત જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી થવાની હતી. ત્યાંથી કચેરી ચોક, ન્યૂક્લિયસ મોલ, લાલપુર ચોક, પ્લાઝા ચોક, ફિરાયાલાલ ચોક અને શહીદ ચોકથી પસાર થવાની છે. તેના પછી યાત્રા પછી જયપાલસિંહ મુંડા સ્ટેડિયમ પહોંચશે.
આ દરમિયાન દેવેન્દ્રનાથ મહતોનો આરોપ છે કે જયપાલ સિંહ સ્ટેડિમમાં ઝંડો ફરકાવવા જતી વખતે પોલીસ તરફધથી તેમને રોકવામાં આવ્યા અને ધક્કામુક્કી દરમિયાન તેમની છાતીમાં વાગ્યું.
છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોએ કહ્યુ છે કે આંદોલન સ્થળ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં આયોજીત ધ્વજારોહણ અને તિરંગા યાત્રામાં સામેલ થવાની ઈચ્છા જાહેર કર્યા બાદ સદર હોસ્પિટલમાં મારા રુમની બહાર ભારે પોલીસ ફોર્સ તેનાત કરવામાં આવી.
તેમણે એક્સ પર લખ્યું કે આખરે શું આ જ આઝાદી છે. શું આપણે આપણા જ દેશમાં તિરંગો ફરકાવવા અને તિરંગા યાત્રામાં સામેલ થવા માટે પણ સ્વતંત્ર નથી.
દેવેન્દ્ર મહતોએ કહ્યુ છે કે કઠિન પરિસ્થિતિઓ છતાં હું શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમમાં સામેલ થવા ઈચ્છું છું. આ પહેલા દેવેન્દ્રનાથ મહતોએ હોસ્પિટલને કહ્યુ હતુ કે તેમણે ઉપચાર વખતે પણ પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખી છે.