અમદાવાદ વિમાન દુર્ઘટના પર સરકારનો ખુલાસો, ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી ન હતી
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં જણાવ્યુ કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના આખરી રિપોર્ટમાં કોઈપણ પ્રકારનો વિલંબ થઈ રહ્યો નથી. તેમણે કહ્યુ કે મોટી વિમાન દુર્ઘટનાઓની તપાસમાં કોઈ નિર્ધારીત સમયમર્યાદા હોતી નથી અને દરેક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. તેમના પ્રમાણે, એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ આખરી તબક્કામાં છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટનાને એક વર્ષથી વધુ સમય વીત્યો છે. તેમાં 260 લોકોના મોત નીપજ્યા હતા. હવે સરકારે સંસદમાં જણાવ્યું છે કે આ મામલાની તપાસ આખરી તબક્કામાં પહોંચી ચુકી છે. સરકારે એ પણ જાણકારી આપી છે કે અત્યાર સુધીની તપાસમાં વિમાનની ફ્યૂલ કંટ્રોલ સ્વિચ લોકિંગ મિકેનિઝ્મમાં કોઈ ખરાબી મળી નથી. જો કે વિમાનના થ્રસ્ટ કંટ્રોલ મોડ્યૂલની વિગતવાર તપાસ હજી અમેરિકાના સિએટલમાં ચાલી રહી છે અને તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં જણાવ્યુ કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના આખરી રિપોર્ટમાં કોઈપણ પ્રકારનો વિલંબ થઈ રહ્યો નથી. તેમણે કહ્યુ કે મોટી વિમાન દુર્ઘટનાઓની તપાસમાં કોઈ નિર્ધારીત સમયમર્યાદા હોતી નથી અને દરેક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. તેમના પ્રમાણે, એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ આખરી તબક્કામાં છે.
જો કે સરકારે હજી સુધી દુર્ઘટનાના કારણોને લઈને કોઈ નિષ્કર્ષ કાઢયો નથી. સરકારનું કહેવું છે કે દરેક સંભવિત પાસાઓની તપાસ ચાલુ છે. પાયલટના વ્યવહારને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયામાં થઈ રહેલા દાવાઓ પર પણ સરકારે કોઈ ટીપ્પણી કરી નથી. માત્ર એટલું કહ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આખરી નિષ્કર્ષ સામે આવશે. જાણકારી માટે જણાવી દઈએ કે AAIB આ દુર્ઘટનાનો આખરી રિપોર્ટ પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરશે.
આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ છે. ગત વર્ષે જ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ દુર્ઘટનાની જાણકારીને ગુપ્ત રાખવામાં આવે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ હતુ કે જ્યાં સુધી નિયમિત તપાસ પૂર્ણ થઈ જતી નથી, ક્રેશ સંબંધિત જાણકારી ગુપ્ત રહેવી જોઈએ. તેમણે કહ્યુ કે માની લો કાલે કોઈ કહે છે કે એક્સ પાયલટ જવાબદાર છે અને અંતત આખરી તપાસમાં તે નિર્દોષ હોવાનું સામે આવશે તો ? માની લો કેલે કહેવામાં આવે કે પાયલટ એ જવાબદાર છે. સ્પષ્ટ છે કે પાયલટના પરિવારને તકલીફ થશે. જાણકારીને ટુકડામાં લીક કરવાના સ્થાને, કોઈ નિયમિત તપાસના તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચવા સુધી ગોપનીયતા જાળવી રાખવી જોઈએ.