બાંગ્લાદેશના PM તારિક રહમાનનો Brics સમિટમાં આવવાનો ઈન્કાર, ભારત યાત્રાની આગામી તારીખ આપી
બાંગ્લાદેશ બ્રિક્સનું સદસ્યન નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહમાનને ખાસ મહેમાન તરીકે સમિટના આઉટરીચ સેશનમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા
ભારતના થનારી બ્રિક્સ સમિટ પર સૌની નજરો મંડાયેલી છે. આ સમિટમાં સામેલ થવા માટે નવી દિલ્હી તરફથી બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહમાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે અહેવાલ છે કે તારિક રહમાન આ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવવાના નથી. ન્યૂઝ-18ના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાન આ વર્ષે ડિસેમ્બર સુધી ભારતના પ્રવાસે આવે તેવી શક્યતા છે.
સૂત્રો મુજબ, બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવવા માટે ઉત્સુક છે. પરંતુ આના પહેલા તેઓ પોતાની ભારત મુલાકાત પર થનારા નિર્ણયોને લઈને વાતચીત સુનિશ્ચિત કરવા ચાહે છે. જેથી જ્યારે તેઓ ભારત પ્રવાસે આવે, તો બાંગ્લાદેશી જનતાને જણાવવા માટે તેમની પાસે કંઈક હોય.
બાંગ્લાદેશ બ્રિક્સનું સદસ્યન નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહમાનને ખાસ મહેમાન તરીકે સમિટના આઉટરીચ સેશનમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. જો કે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં શેખ હસીના મોટો મુદ્દો બની ગયા છે. ભારતે તારિક રહમાનને દ્વિપક્ષીય યાત્રા માટે પણ આમંત્રિત કર્યા હતા. તેના જવાબમાં ઢાકાએ શરત મૂકી હતી કે પેહલા ભારતમાં રહેતા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને પાછા મોકલવામાં આવે.
વડાપ્રધાન તારિક રહમાન આના પહેલા ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ભારત પ્રવાસે આવવાના હતા. પરંતુ ઢાકાએ શરત મૂકી હતી કે ભારત શેખ હસીનાને પાછા મોકલે. તેના પછી જ વડાપ્રધાન તારિક રહમાનની ભારત યાત્રાની તૈયારી આગળ વધશે. બાંગ્લાદેશી અધિકારીઓ મુજબ, ભારત તરફથી આ મુદ્દા પર કેટલાક સારા સંકેત મળ્યા હતા. પરંતુ ઢાકા ઈચ્છતું હતું કે ભારતનું વલણ વધુ સ્પષ્ટ થાય. આના પર ભારતે કહ્યું હતું કે તે બાંગ્લાદેશના અનુરોધની કાયદાકીય પ્રક્રિયા હેઠળ સમીક્ષા કરી રહ્યું છે. આના કારણે રહમાનની યાત્રા ટાળવામાં આવી હતી.