"ભારત-પાકિસ્તાનમાં સાઉદીના માધ્યમથી થશે આગામી યુદ્ધ"! એક્સપર્ટની ચેતવણી
ભારતે સાઉદી અરેબિયા અથવા તુર્કીને પોતાની કાર્યવાહીની આઝાદી પર વીટોનો અધિકાર આપ્યો નથી. ભારત જો એ નિષ્કર્ષ પર પહોંચે છે કે તેની સુરક્ષા માટેલ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે, તો મક્કા પેક્ટ ભારતના નિર્ણયને નહીં બદલી શકે
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ 7 ઓગસ્ટે મક્કામાં સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ એક હદે નાટો જેવું જૂથ બન્યું છે. સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો ત્રણેય પર આક્રમણ માનવામાં આવશે. જો કે કરારમાં સ્પષ્ટ નથી કે તે ક્યારથી લાગુ કરવામાં આવશે અને સદસ્ય દેશોએ ક્યાં પ્રસંગે કઈ પ્રતિક્રિયા આપવી પડશે.
માનવામાં આવે છે કે પાકિસ્તાન સાથે સંબંધોને જોતા ભારત પર આ સમજૂતીની સીધી અસર થઈ શકે છે.
ઈઝરાયલી એક્સપર્ટ શે ગેલનું કહેવું છે કે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાનના કોઈ સંઘર્ષમાં સાઉદીની ભૂમિકા ઘણી મહત્ત્વની હશે. તેમણે કહ્યુ છે કે આગામી ભારત-પાકિસ્તાન સંઘર્ષ એક પ્રકારે સાઉદી દ્વારા જ થશે.
લાઈન ઓફ સ્ટેટના સંસ્થાપક શે ગેલે યુરેશિયન ટાઈમ્સમાં પોતાના એનાલિસિસમાં મક્કા પેક્ટની ભારત પર અસરને લઈને વાત કરી છે. તેમનું કહેવું છે કે રિયાદે મક્કા સમજૂતી દ્વારા પોતાની સાથે માત્ર વધુ એક સંરક્ષણ ભાગીદાર નથી જોડયો. પરંતુ તેણે પાકિસ્તાન પર હુમલાને સાઉદી અરેબિયાની જવાબદારી બનાવીને ભારત-પાકિસ્તાનના કોઈપણ સંભવિત ટકરાવને ખાડી ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થાના કેન્દ્રમાં લાવીને ઉભો કરી દીધી છે.
સાઉદી અરેબિયા સામે ઈસ્લામાબાદ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા અને દિલ્હી સાથે સંબંધોની વચ્ચે સંતુલન બનાવવાનો પડકાર હશે. તેની સામે સવાલ હશે કે શું આ સમજૂતી ત્યારે પણ લાગુ હશે, જ્યારે ટકરાવની શરૂઆત પાકિસ્તાને કરી હોય. શું પાકિસ્તાન સાથે જોડાયેલી કોઈ હરકત પર ભારતની જવાબી કાર્યવાહીને હુમલો માનવામાં આવશે, જેનાથી સમજૂતી સક્રિય થઈ જાય. સમજૂતીને સક્રિય કરવાની સીમાનું નિર્ધારણ કોણ કરશે.
ભારત સંકટથી પહેલા આના પર સ્પષ્ટીકરણની માગણી કરી શકે છે. જો સાઉદી અરેબિયા સમજૂતીની મર્યાદાને સીમિત કરનારો જવાબ આપે છે, તો જોખમ ઘટી જશે. સ્પષ્ટીકરણલ આપવાથી ઈન્કાર કરવો ખુદ એક રણનીતિક જાણકારી હશે. કોઈ ત્રીજા પક્ષની ગેરેન્ટી પાકિસ્તાનને રણનીતિક સુરક્ષિત આશ્રયસ્થાન બનાવતી નથી. એટલે કે કોઈપણ ટકરાવમાં સાઉદી અરેબિયાની ભૂમિકા ઘણી મહત્ત્વની થઈ જાય છે.
ભારતે સાઉદી અરેબિયા અથવા તુર્કીને પોતાની કાર્યવાહીની આઝાદી પર વીટોનો અધિકાર આપ્યો નથી. ભારત જો એ નિષ્કર્ષ પર પહોંચે છે કે તેની સુરક્ષા માટેલ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે, તો મક્કા પેક્ટ ભારતના નિર્ણયને નહીં બદલી શકે. જો ભાગીદાર ભારતના મુખ્ય દુશ્મન પ્રત્યે સુરક્ષા પ્રતિબદ્ધતા પ્રગાઢ કરે છે, તે એ માની શકતા નથી કે ભારતથી મળનારા લાભ સુધી તેની પહોંચ તેટલી જ બનેલી રહેશે.
ભારત-મધ્યપૂર્વ -યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પર પણ આ કરારની અસર થઈ શકે છે. આ કોઈ રેલવે, પોર્ટ અથવા નક્શા પર ખેંચેલી રેખા નથી. આ રાજકીય સ્થિરતા માટે લાંબા સમયની મૂડીગત પ્રતિબદ્ધતા છે. આ ભારતથી આશા કરે છે કે તે યુરોપ સાથે જોડાવા માટે સાઉદી અરેબિયા પર મુખ્ચ કડી તરીકે ભરોસો કરે , જ્યારે રિયાદે પાકિસ્તાનની સુરક્ષાને પોતાની ઔપચારીક જવાબદારીમાં સામેલ કરી લીધું છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી સંકટ આ કોરિડોરની પરીક્ષા લેશે. કોરિડોર કેપિટલ માટે માત્ર અંતર નહીં, પણ રાજકીય સ્થિરતા પણ ઘણો અર્થ ધરાવે છે. માટે આઈએમઈસીને રિડંડેન્સી અથવા બેકઅપ કે વિક્લપના હિસાબથી ફરીથી ડિઝાઈન કરવો જોઈએ. ભારત વગર આઈએમઈઈસીનું કોઈ અસ્તિત્વ નથી, તેને સાઉદીએ પણ સમજવું પડશે.
નવી દિલ્હી પોતાના ભાગીદારોના ભરોસાના આધારે રાજનીતિક કેપિટલ, ડિજિટલ ઈન્ટીગ્રેશન, એનર્જી લિંક, ડેટા શેયરિંગ અને લોજિસ્ટિકલ પ્લાનિંગને એડજસ્ટ કરી શકે છે. સાઉદી અરેબિયા જો ભારત અને યુરોપની વચ્ચે ભરોસાપાત્ર પુલ તરીકે ખુદને સ્થાપિત કરે છે, તો તેનાથી એક વેલ્યૂ બને છે. જો તે આ પુલમાં પાકિસ્તાન સાથે જોડાયેલી કોઈ સમસ્યાને લઈ આવે છે, તો સ્થિતિ અલગ થઈ જાય છે.
રિયાદેલ એક સિક્યોરિટી પ્રોવાઈડર પર નિર્ભરતા ઓછી કરવા માટે પાકિસ્તાન અને તુર્કીની દિશા પકડી. ભારત સાઉદી અરેબિયાના મામલામાં આ રીત અપનાવી શકે છે. અમેરિકાના સિક્યોરિટી ફ્રેમવર્ક ભારતની આર્થિક અને સમુદ્રી તાકાત, ઈઝરાયલની ઈન્ટેલિજન્સ, ખાદી દેશો સાથે પાર્ટનરશિપ અને એક મજબૂત આઈએમઈસી સાઉદી અરેબિયાને ક્ષમતા તો આપશે. પરંતુ તેની આખરી સુરક્ષા કોઈ બહારી દેશના હાથમાં સોંપશે નહીં.
ઈઝરાયલ સાથે સંબંધોને સામાન્ય કરવા સાથે જોડાયેલા સંપૂર્ણ પ્રકારે સુરક્ષિત અમેરિકા-સાઉદી સિવિલિયન ન્યૂક્લિયર ફ્રેમવર્ક રિયાદ તરથી પાકિસ્તાની ન્યૂક્લિયર અસ્પષટ્તાને આપવામાં આવનારા મહત્ત્વને પણ ઘટાડી દેશે. દિલ્હીએ દુનિયાના દેશો સાથે સંબંધ બનાવવા માટે વર્ષો લગાવ્યા છે. તેને કોઈપણિી સામે આખરી નિર્ણયથી સોંપ્યા તે શું છે. આ એક કનેક્ટર તરીકે દિલ્હી શક્તિનો આધાર છે.