મોરબી: હળવદમાં કંકાવટીના પ્રવાહમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું
ભારે જહેમત બાદ પ્રચંડ પ્રવાહમાંથી એનડીઆરએફ ટીમે 2 મહિલાઓ સહીત પાંચ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા
મોરબી જિલ્લામાં શનિવારે ભારે વરસાદને પરિણામે જળબંબાકારની સ્થિતિ હતી. મોરબી જિલ્લાના હળવદમાં ભારે વરસાદને કારણે કંકાવટી નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે ખેતરમાં એક શ્રમજીવી પરિવારના પાંચ લોકો ફસાયા હતા.
આ ફસાયેલા લોકોની જાણકારી પ્રશાસનને આપવામાં આવતા તે તુરંત હરકતમાં આવ્યું તું. હળવદના માલણીયાદમાં ફસાયેલા આ લોકો સાથે ટેલિફોનિક સંવાદ કરીને કલેક્ટરે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેના પછી તાત્કાલિક એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી અને પરિવારને સાંત્વના આપવામાં આવી કે એનડીઆરએફની ટીમ પહોંચીને તેમને રેસ્ક્યુ કરી લેશે.
એનડીઆરએફની ટીમ રાત્રે 1.40 વાગ્યે પહોંચી હતી. એનડીઆરએફ ટીમે કંકાવટી નદીના પ્રવાહમાં ફસાયેલા 5 લોકોને બચાવવા માટે ઓપરેશન મિશન માલણીયાદ શરૂ કર્યું હતું.
ભારે જહેમત બાદ પ્રચંડ પ્રવાહમાંથી એનડીઆરએફ ટીમે 2 મહિલાઓ સહીત પાંચ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા.