ડિમિલિટેશન બિલ માટે 16 ઓગસ્ટથી સંસદનું વિશેષ સત્ર બોલાવશે સરકાર:સૂત્ર
એક તરફ જ્યાં વિપક્ષે ડિલિમિટેશન બિલને લીલી ઝંડી આપી નથી. તો બીજી તરફ સરકારે સામાન્ય સંમતિ બનાવવા માટે વિપક્ષી દળોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે.
કેન્દ્ર સરકાર લાંબા સમયથી લટકેલા ડિલિમિટેશન અને મહિલા અનામત બિલને પાસ કરાવવા માટે સંસદના ત્રિદિવસીય વિશેષ સત્રની તૈયારી કરી રહી છે.
સરકારી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વિશેષ સત્ર 16થી 18 ઓગસ્ટ વચ્ચે બોલાવાય તેવી શક્યતા છે. સરકારની મનસા આ બંને મહત્ત્વના બિલોને જલ્દીમાં જલદી પારીત કરાવવાની છે. પરંતુ વિપક્ષના આકરા વલણને જોતાં આનો માર્ગ આસાન નહીં હોવાનું દેખાઈ રહ્યું છે.
રાહુલ-પ્રિયંકાને મળ્યા રિજિજૂ
એક તરફ જ્યાં વિપક્ષે ડિલિમિટેશન બિલને લીલી ઝંડી આપી નથી. તો બીજી તરફ સરકારે સામાન્ય સંમતિ બનાવવા માટે વિપક્ષી દળોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે. સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ બુધવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. રાહુલ ગાંધીના સંસદભવન ખાતેના કાર્યાલયમાં થયેલી આ બેઠક 50 મિનિટ સુધી ચાલી, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.
સૂત્રો મુજબ, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોનું વલણ સ્પષ્ટ છે કે તેઓ આ પ્રસ્તાવિત બિલને લઈઈને પોતાની ચિંતાઓનું સમાધાન થયા બાદ જ કોઈ આખરી નિર્ણય કરશે.
મોનસૂન સત્રમાં હંગામો
મંત્રીઓ અને વિપક્ષી નેતાઓ વચ્ચે આ મહત્ત્વની બેઠક ચોમાસું સત્ર દરમિયાન સતત થઈ રહેલા હંગામાને કારણે થઈ છે. વિપક્ષી દળો બે મુખ્ય મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ માંગી રહ્યા છે.
જેમાનો પહેલો મુદ્દો છે- કોકરોચ જનતા પાર્ટી-સીજેપીના દેખાવ દરમિયાન 22 જુલાઈએ દેખાવકારો પર થયેલી પોલીસ કાર્યવાહી અને બીજો મુદ્દો છે - અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે આવેલા દાનમાં કથિત નાણાંકીય હેરફેરનો આરોપ.
બુધવારે પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ઘણાં વિપક્ષી સાંસદોએ પ્રેરણા સ્થળ ખાતેની ગાંધીજીની પ્રતિમા પરથી સંસદના મકર દ્વારા સુધી ફૂટ માર્ચ કરી અને છાત્રો પર થયેલી પોલીસ કાર્યવાહીની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
ડિલિમિટેશન બિલનો મુદ્દો
દેશમાં વસ્તીના તાજા આંકડાના આધારે લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોની સીમાઓને ફરીથી નિર્ધારીત કરવા સાથે જોડાયેલો ડિલિમિટેશનનો મુદ્દો ચર્ચામાં છે. પ્રાદેશિક સંતુલન અને બેઠકોની ફાળવણીને લઈને વિપક્ષી દળો, ખાસ કરીને દક્ષિણ ભારતીય રાજ્યોની પોતાની ચિંતાઓ છે.
મહિલા અનામત બિલ
લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત બેઠકોની જોગવાઈ આ બિલ દ્વારા કરવાની છે.