દિલ્હીમાં જામા મસ્જિદ પાસે ગરજ્યા બુલડોઝર, વર્ષોથી હતો સરકારી જમીન પર કબજો
એમસીડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે સવારથી જ જમા મસ્જિદ અને તેની આસપાસના જાહેરસ્થાનો અને પાર્કમાંથી દબાણ હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે
દિલ્હીમાં સોમવારે ઐતિહાસિક જામા મસ્જિદ પાસે બુલડોઝર ગરજ્યા. દિલ્હી હાઈકોર્ટના આદેશ પર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)એ આ દબાણ હટાવો અભિયાન ચલાવ્યું. મુઘલકાલિન આ ઈમારતની આસપાસ સરકારી જમીન અને પાર્ક પર કબજો કરી લેવામાં આવ્યો હતો, જેને કોર્ટે ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે એમસીડીના અધિકારીઓએ ગેરકાયદેસર કબજો હટાવીને તેના કાટમાળને ઠેકાણે લગાવ્યો હતો.
એમસીડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે સવારથી જ જમા મસ્જિદ અને તેની આસપાસના જાહેરસ્થાનો અને પાર્કમાંથી દબાણ હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યુ કે જાહેર સ્થાનો અને પાર્કો પર કરવામાં આવેલા દબાણને હટાવાય રહ્યા છે. સ્મારકની આસપાસ આ કાર્યવાહી કરાઈ રહી છે. એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે વિસ્તારના ઓછામાં ઓછા ત્રણ પાર્કોને કબજામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી આના પર દબાણકર્તાઓનો કબજો હતો.
આ કાર્યવાહી દિલ્હી હાઈકોર્ટના એ આદેશ બાદ કરવામાં આવી જેમાં એમસીડીને જામા મસ્જિદ અને તેની આસપાસ ગેરકાયદેસર નિર્માણ અને દબાણનું સર્વેક્ષણ કરીને તેને હટાવવાની યોગ્ય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અધિકારીઓ મુજબ, એમસીડીની ટીમ સોમવાર સવારે વિસ્તારમાં પહોંચ્યા અને સ્મારકની આસપાસ જાહેરસ્થાનો પર કબજો કરીને બનાવવામાં આવેલા માળખા અને અન્ય દબાણોને હટાવવાનું શરૂ કર્યું.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે જામા મસ્જિદની આસપાસ પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા અને કોઈપણ અપ્રિય સ્થિતિને રોકવા માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીની મુખ્ય મુઘલકાલિન ઐતિહાસિક ધરોહરોમાં સામેલ જામા મસ્જિદમાં મોટી સંખ્યામાં પર્યટક અને નમાજી આવે છે. તેની આસપાસ ભીડભાડવાળા કારોબારી વિસ્તાર છે. અધિકારીઓએ કહ્યુ કે નગરનિગમની આ કાર્યવાહી જામા મસ્જિદની આસપાસ દબાણ અને ગેરકાયદેસર નિર્માણને લઈને હાઈકોર્ટના નિર્દેશના અનુપાલન હેઠળ કરાઈ રહી છે.