"તમારું કામ મોદી સરકારે પુરું કર્યું", પેપર લીક બિલ પર જિતેન્દ્ર સિંહનો વિપક્ષ પર પ્રહાર
મંગળવારે બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ થઈ. તેના માટે ગૃહમાં 6 કલાકનો સમય નિર્ધારીત કરવામાં આવ્યો છે. ચર્ચાની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક કહ્યુ કે મોદી સરકાર ભારતમાતાના સંતાનોના ભવિષ્યની સાથે કોઈને પણ ખિલવાડ કરવાની મંજૂરી આપતી નથી.
પેપર લીક અને પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં ધાંધલીને રોકવા માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા લોક પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન વિધેયક 2026 પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સંસદમાં વિપક્ષ પર પ્રહાર કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમમે આ બિલને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એક સીમાચિન્હ ગણાવતા કહ્યુ કે આ કાયદો દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને દર્શાવે છે.
મંગળવારે બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ થઈ. તેના માટે ગૃહમાં 6 કલાકનો સમય નિર્ધારીત કરવામાં આવ્યો છે. ચર્ચાની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક કહ્યુ કે મોદી સરકાર ભારતમાતાના સંતાનોના ભવિષ્યની સાથે કોઈને પણ ખિલવાડ કરવાની મંજૂરી આપતી નથી.
સંસદમાં બિલ પર બોલતા જિતેન્દ્ર સિંહે કહ્યુ કે આ નવું બિલ 2024માં પારીત કરવામાં આવેલા મૂળ કાયદાનું જ એક સુધારેલું અને કડક સ્વરૂપ છે. તેમણે યાદ અપાવ્યું કે 2024ના કાયદા આઝાદ ભારતના ઈતિહાસમાં પોતાના પ્રકારનું પહેલું પગલું હતું.
તેમણે કહ્યુ છે કે આ સંશોધન એ વાતનું પ્રમાણ છે કે સરકાર છાત્રોના કલ્યાણને લઈને કેટલીક ગંભીર છે. સંસદમાં ચાર મુખ્ય ભરતી એજન્સીઓ- યુપીએસસી, એસએસસી, રેલવે ભરતી બોર્ડ અને આઈબીપીએસની સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો પણ ઉલ્લેખ કરતા તેમણે પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો.
વિપક્ષ પર નિશાન
વિપક્ષ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કૉંગ્રેસ અને યુપીએના શાસનકાળમાં થયેલા મોટા પેપર લીક મામલાની આખી યાદી સંસદમાં રજૂ કરી.
જેમાં 2009માં રેલવે ભરતી બોર્ડ અને પશ્ચિમ બંગાળ સંયુક્ત પ્રવેશ પરીક્ષા, 2010માં ઉત્તરપ્રદેશ બીએડ પ્રવેશ પરીક્ષા, 2011માં ઓલ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન, 2012માં એમ્સ નવી દિલ્હી પ્રવેશ પરીક્ષા અને તમિલનાડુ પીએસસી અને 2013માં મહારાષ્ટ્ર સેકન્ડરી સર્ટિફિકેટ પરીક્ષાના પેપર લીક કાંડની તેમણે વાત કરી હતી.
યુપીએના કાર્યકાળની ધાંધલીઓ પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રીએ ક્હયુ કે જો હું તત્કાલિન સરકારમાં થયેલા પેપર લીકને ગણાવવાનું ચાલુ રાખું, તો કદાચ હું આ બિલ પર ચર્ચા જ નહીં કરી શકું. આ કારણ હતું કે અમારી સરકારે આના માટે એક કડક અને સમર્પિત કાયદાની જરૂરતને મહેસૂસ કરી.
NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની રચના પર વાત કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યુ છે કે સૌથી પેલા 1992માં કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં એક કેન્દ્રીય ટેસ્ટિંગ એજન્સી બનાવવાની ભલામણ થઈ હતી. તેના પછી 2010માં યુપીએના કાર્યકાળમાં પણ એક સમિતિએ આ સૂચન કર્યું હતું.
તેમણે સવાલ ઉઠાવ્યો કે આખરે ક્યાં સ્વાર્થો કે કારણોથી તે સમયે આ ભલામણોને કોલ્ડબોક્ષમાં નાખી દેવામાં આવી..
ડૉ. જિતેન્દ્રસિંહે કહ્યુ કે 2017માં આખરે મોદી સરકારે જ એનટીએનું ગઠન કર્યું. તેમણે કહ્યુ કે વિપક્ષે પીએમ મોદી અને આ સરકારની પ્રશંસા કરવી જોઈએ કે જેણે તે અધુરા કામને પૂર્ણ કર્યું, જેને પુરોગામી સરકારોએ ખૂબ પહેલા જ કરી દેવું જોઈતું હતું.