PM-KISAN યોજના 2030-31 સુધી લંબાવાય, 9 કરોડ ખેડૂતોને સીધો ફાયદો
પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે, તે 24મો હપ્તો ઓક્ટોબરમાં આવશે.
કેન્દ્રની મોદી સરકારે કિસાન સમ્માન નિધિ (PM-KISAN)) યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવાનો મોટો નિર્ણય કર્યો છે. હવે PM-KISAN યોજના 2030-31 સુધી લંબાવાય છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્ર સરકારના નિર્ણયની જાણકારી આપી છે. આના માટે 3.15 લાખ કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી પણ કેબિનેટે આપી દીધી છે.
પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે, તે 24મો હપ્તો ઓક્ટોબરમાં આવશે.
આ સિવાય સૂર્ય સરોવર યોજના (PM-SSY) ને મંજૂરી અપાઈ છે. તેનો ઉદેશ્ય દેશમાં ફ્લોટિંગ સોલાર ફોટોવલ્ટેક (FSPV) ક્ષમતા વધારવાનો છે. આ યોજના દ્વારા પાંચ વર્ષમાં 5000 મેગાવોટ FSPV ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નિર્ધારીત કરાયું છે. આ લક્ષ્ય હાલની ક્ષમતા 700 મેગાવોટ કરતા અંદાજે સાત ગણી વધારે છે.
પીએમ કિસાન યોજના હેઠળ, 23 હપ્તામાં કુલ 4.47 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા છે. 23મા હપ્તામાં 9.49 કરોડથી વધુ ખેડૂતોને 18.984 કરોડથી વધુ રકમ વિતરીત કરાઈ છે.
પીએમ-કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે ઇ-કેવાયસી જરૂરી છે. આ OTP-આધારિત પ્રમાણીકરણ, બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને ચહેરાના પ્રમાણીકરણ દ્વારા કરી શકાય છે. પીએમ-કિસાન વેબ પોર્ટલ લાભાર્થી નોંધણી, ચકાસણી અને ડેટા મેનેજમેન્ટ માટે કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.