અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવાએ ટક્કર મારી, આમા ભૂલ કોની? જુઓ Video
દુર્ઘટનામાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકો અને વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને એક્ટિવા ચાલકે ટક્ર મારતા તે રોડ પર ફંગોળાઈને પડયા હતા.
આ દુર્ઘટનામાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકો અને વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મોટેરા સ્ટેડિયમના ગેટ ક્રમાંક -1 પાસે ગત 9 સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક વૃદ્ધ દોડીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક પુરપાટ દોડીને આવી રહેલા એક્ટિવાએ વૃદ્ધને અડફેટે લીધા હતા.
આ એક્ટિવા પર ચાલક સહીત ત્રણ લોકો સવાર હતા. ટ્રાફિક પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી છે.