"56 નહીં 28 વર્ષના યુવા દેશ આગળ વધારી રહ્યા છે" : PM મોદીએ કર્યો રાહુલ ગાંધી પર કટાક્ષ
પીએમ મોદીએ કહ્યુ છે કે જ્યાં તથ્ય હોય છે, તર્ક હોય છે, ત્યાં તોફાન માટે કોઈ જગ્યા નથી. જો તર્ક મજબૂત છે, તથ્ય મજબૂત છે, તો શાંત ચિત્તે પણ પોતાના અવાજને બુલંદ બનાવી શકાય છે. હું આશા કરું છું, તર્ક અને તથ્યની સાથે ગૃહની ચર્ચાને સમૃદ્ધ કરવામાં આવે. દરેક અવાજને તક મળે. દરેક વિચારને સમ્માન મળે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થતા ચોમાસું સત્રના સાર્થક રહેવાની આશા વ્યક્ત કરી છે. તેમણે સંસદીય સત્ર પહેલા પોતાના સંબોધનમાં અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની વધતી સિદ્ધિઓને વખાણી હતી. તેમણે ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા અને દેશની અંતરિક્ષ ક્ષમતાઓના વિસ્તારમાં ખાનગી સેક્ટરની ભૂમિકાની પણ પ્રશંસા કરી છે. પોતાના સંબોધનમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર જ પીએમ મોદીએ તેમના પર કટાક્ષ કરતા કહ્યુ કે ભારતના એક યુવા સ્ટાર્ટઅપે ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિશ્વના ઓછા જ દેશ છે, જ્યાં આ પ્રકારે પ્રાઈવેટ તાકાત બની છે. ભારસતના યુવાઓએ અંતરિક્ષમાં નવી ઉડાણ ભરી છે. ઘણી મોટી સફળતા છે.
સ્કાઈરુટ એરોસ્પેસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે તેમાં જે નવયુવા કામ કરી રહ્યા છે, તેમની સરેરાશ વય માત્ર 28 વર્ષ છે. આવા નવયુવાનોએ આ કામ કરી દેખાડયું છે. હું કોઈ 56 વર્ષના નવયુવાનની વાત કરી રહ્યો નથી.
તેમણે આગળ કહ્યુ કે હું દેશના 28ની સરેરાશવાળા નવયુવાનોની વાત કરી રહ્યો છું, જેમણે અંતરિક્ષણાં ઝંડો લગાવ્યો છે. આ સ્ટાર્ટઅપ્સ અને તેમની યુવા ટીમોએ અંતરિક્ષમાં ભારતનો ધ્વજ લગાવ્યો છે.

દેશના યુવાઓની માંગ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે પશ્ચિમ એશિયા યુદ્ધના સંકટનું કારણ પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને ફર્ટિલાઈઝર રહ્યા. દરેક વિષયમાં અનેક અડચણો અને સંકટ આવ્યા. તેમ છતાં પણ ભારત 7.7 ટકાના ગ્રોથથી સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ભારતના સામર્થ્યની ઓળખ છે. તેવામાં જ્યારે આ મોનસૂન સત્ર શરૂ થઈ રહ્યું છે, દેશે ગતિ પકડી લીધી છે. સંસદનું સ્પિરિટ આ સ્પીડમાં નવી ઊર્જા ભરી શકે છે.
પીએમ મોદીએ કહ્યુ કે સકારાત્મક સ્પિરિટ રાષ્ટ્રના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી હોય છે. આપણી સંસદમાં ઘણાં અનુભવી સાંસદ છે. તેમનો લાંબો અનુભવ છે. તેવામાં તેમના અનુભવને દેશની જરૂરત છે. સંસદમાં સાર્થક ચર્ચા થવી, મળીને દેશને આગળ લઈ જવાનું કામ કરવું સમયની માંગ છે.
તેમણે કહ્યુ કે દેશના યુવાઓની માંગ છે કે આપણે આગળ વધીએ. આજે સમયની માંગ છે કે રાષ્ટ્ર નિષ્ઠાથી ભરેલા રાષ્ટ્રભક્તિથી જીવી રહેલા અવાજને ગૃહમાં યોગ્ય મંચ મળી રહે. આશા કરું છું અને મને વિશ્વાસ છે. જ્યાં તથ્ય હોય છે, તર્ક હોય છે, ત્યાં તોફાન માટે કોઈ જગ્યા નથી. જો તર્ક મજબૂત છે, તથ્ય મજબૂત છે, તો શાંત ચિત્તે પણ પોતાના અવાજને બુલંદ બનાવી શકાય છે. હું આશા કરું છું, તર્ક અને તથ્યની સાથે ગૃહની ચર્ચાને સમૃદ્ધ કરવામાં આવે. દરેક અવાજને તક મળે. દરેક વિચારને સમ્માન મળે.