મહિલા આર્મી ઓફિસરનો વીડિયો સોશયલ મીડિયામાં બન્યો ચર્ચાનું કારણ, તમે પણ Video જુઓ
મહિલા આર્મી ઓફિસરનો વીડિયો સોશયલ મીડિયામાં બન્યો ચર્ચાનું કારણ, તમે પણ Video જુઓ અને અભિપ્રાય કરો વ્યક્ત
સોશયલ મીડિયામાં એક વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે. આ વીડિયો ભારતીય સેનાની યુનિટના બડા ખાનાનો છે. જ્યારે યુનિટ કોઈ પ્રોફેશનલ એચિવમેન્ટ કે કોઈ સ્પોર્ટ્સમાં જીત મેળવે ત્યારે સ્પેશયલ વ્યંજન બનાવીને તેને સૈનિકોને આપવામાં આવતું હોય છે. ત્યારે સૈનિકો તેનું સેલિબ્રેશન કરતા હોય છે.
આ વીડિયોમાં એક લેડી આર્મી ઓફિસર કે જેઓ કેપ્ટનની રેન્ક પર છે, તેઓ હાથમાં શરાબ ભરેલો ગ્લાસ લઈને સૈનિકો સાથે તેમની ઉજવણીમાં સામેલ થઈ રહ્યા છે. તેઓ માથા પર આ ગ્લાસ મૂકીને નાચી પણ રહ્યા છે.
આમ તો સામાન્ય લોકોએ દારુથી દૂર રહેવું જોઈએ, પણ માત્ર મહિલા આર્મી ઓફિસર હોવાથી તેમણે દૂર રહેવું જોઈએ તે તર્ક બિલકુલ યોગ્ય નથી. સૈનિકોને આમ પણ આલ્કોહોલ ઉપલબ્ધ કરાવવામાં આવતો હોય છે અને તેમની પસંદગી છે કે તેમને પીવો કે નહીં.
આ વીડિયોમાં મહિલા આર્મી ઓફિસર એ જ ભોજન ગ્રહણ કરી રહ્યા છે કે જે ટ્રુપ્સને આપવામાં આવે છે, એ જ પીણું પી રહ્યા છે કે જે તેમની ટ્રુપને ઉપલબ્ધ કરાવાય છે. સેનામાં મહિલા આર્મી ઓફિસરનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં વધુ મહિલા સૈન્યાધિકારીઓને યૂનિટ કમાન્ડ કરવાની તક મળવાની છે.