બ્રહ્મમુહૂર્તમાં આવ્યું રણબીર કપૂરની રામાયણનું ટ્રેલર, 4000 કરોડની ફિલ્મમાં રાવણે બાજી મારી!
રામાયણમના ટ્રેલરમાં રણબીર કપૂર, સાઈ પલ્વવી, રવિ દુબે, કુણાલ કપૂર, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય , અરુણ ગોવિલ, અજિંક્ય દેવ અને શોભના મહત્ત્વના કિરદારમાં જોવા મળ્યા. ટ્રેલરમાં વીએફએક્સનો ખૂબ ઉપયોગ કરાયો છે, જે રામાયણના ટ્રેલને વધુ ખાસ બનાવે છે. દરેક કિરદારનો અલગ અવતાર ફેન્સનું ધ્યાન ખેંચે છે
રામાયણ ઘણીવાર ટીવીના પડદા પર દેખાડાઈ છે. જો કે ફેન્સની વચ્ચે હજીપણ દૂરદર્શનની રામાયણ છવાયેલી રહે છે, જેમાં ન તો વીએફએક્સ છે અને ન તો કરોડોનું બજેટ લગાવાયું. જો કે પ્રભાસની આદિપુરુષ સાથે રામાયણને એક નવું સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી, જે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.
હવે નીતેશ તિવારી 4000 કરોડની રામાયણ લઈને આવવાના છે, જે બે પાર્ટમાં દેખાડાશે.
પહેલો પાર્ટ આ વર્ષ એટલે કે 2026માં અને બીજો પાર્ટ 2027માં દેખાડવામાં આવશે. હવે મેકર્સે આ ઈન્તજારને એક્સાઈટમેન્ટમાં બદલતા રામાયણમનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. જેમાં રણબીર કપૂરની રામની ભૂમિકાની તો ખબર નથી, પણ રાવણના કિરદારમાં યશે જરૂરથી બાજી મારી લીધી છે.
રામાયણમના ટ્રેલરમાં રણબીર કપૂર, સાઈ પલ્વવી, રવિ દુબે, કુણાલ કપૂર, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય , અરુણ ગોવિલ, અજિંક્ય દેવ અને શોભના મહત્ત્વના કિરદારમાં જોવા મળ્યા. ટ્રેલરમાં વીએફએક્સનો ખૂબ ઉપયોગ કરાયો છે, જે રામાયણના ટ્રેલને વધુ ખાસ બનાવે છે. દરેક કિરદારનો અલગ અવતાર ફેન્સનું ધ્યાન ખેંચે છે.
રામાયણમની પહેલી ઝલકમાં રામ એટલેકે રણબીર કપૂર નજર આવે છે અને સીતાના રોલમાં સાઈ પલ્લવી તથા લક્ષ્મણના રોલમાં રવિ દુબેની નાનકડી ઝલક દેખાઈ હતી. જ્યારે ટીઝરમાંથી રાવણ એટલે કે યશ ગાયબ દેખાયો હતો. પરંતુ હવે ટ્રેલરમાં યશનો રાવણ અવતાર જોવા મળ્યો, જે અન્ય તમામ પર ભારે પડી રહ્યો છે.
અત્યાર સુધી 90ના દશકમા દર્શકો વચ્ચે અરુણ ગોવિલની છબી ભગવાન રામની હતી. પરંતુ રણબીર કપૂરની રામાયણમાં તે દશરથની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. જો કે ફેન્સની વચ્ચે હજીપણ તે રામની ભૂમિકા માટે પહેલી પસંદ છે. અરુણ ગોવિલ દશરથની ભૂમિકામાં દેખાય છે. પરંતુ તેમની જૂની છબી દિમાગ પર હાવી રહે છે.
દિલ્હીમાં થેયલા ટ્રેલર લોન્ચ દરમિયાન તેમણે કહ્યુ કે આ મોટા પૌરાણિક પ્રોજેક્ટમાં તેમને એક મહત્ત્વનો કિરદાર નિભાવવાનો મોકો મળ્યો અને હિંદી શીખવામાં પણ મદદ કરી. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાને ધન્યવાદ આપતા યશે આ પ્રોજેક્ટ સાથે જોડાવાનો તેમને શ્રેય આપ્યો હતો અને કહ્યુ હતુ કે આ પ્રોજેક્ટ તેમના માટે પ્રોફેશનલ અને પર્સનલ બંને પ્રકારથી એક યાદગાર સફર રહ્યો છે.
તેમણે કહ્યુ કે હું આ અદભૂત પ્રોજેક્ટનો હિસ્સો બનીને વાસ્તવમાં ખુશ છું. અહીં સૌ હિંદીમાં વાત કરી રહ્યા છે. હું પણ કોશિશ કરીશ. આ મુકામ સુધી પહોચંવાનો તમામ શ્રેય નમિત મલ્હોત્રાને જાય છે. તેમણે મને આ કિરદાર નિભાવવાનો મોકો આપ્યો, તેના માટે હું તેમનો ધન્યવાદ કરું છું. હિંદી શીખવાનો પણ મોકો મળ્યો. યશે રામાયણમાં પોતાના સહકલાકારોના પરફોર્મન્સના વખણા કર્યા. તેમણે રણબીર કપૂરના વખાણ કરતા કહ્યુ કે રણબીર, તે કમાલનું કામ કર્યું છે. આખું ભારત સમજશે કે તે આ ભૂમિકા માટે ખુદને કેવી રીતે સમર્પિત કર્યો અને કેવો જાદૂ પેદા કર્યો છે.