સ્ટર્લીંગ સીટી સેક્ટર એ અને બી માં ફરી પાણી ભરાયા: કોર્પોરેટરો અધિકારીઓની નિષ્ક્રિયતા સામે રોષ
સ્ટર્લીંગ સીટી સેક્ટર એ અને બી વચ્ચે એક રોડ છે જે થલતેજ અને બોડકદેવ વોર્ડને જુદો પાડે છે .અહીં પણ હદની લડાઈ પ્રમાણે બંને વોર્ડના માણસોમાંથી કોણ ક્યાંનું કામ કરે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને જવાબદારો ને છટકી જાય છે.
માત્ર l કલાકના વરસાદમાં અમદાવાદના બોપલ સ્થિત સ્ટર્લીંગ સીટીના સેક્ટર એ અને બીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે .અને લોકોના ઘરોમાં પાણી ગમે ત્યારે પ્રવેશવાની તૈયારી છે. વર્ષો ની સમસ્યાઓ પ્રત્યે કોર્પોરેટરો અને અધિકારીઓ ની નિષ્ક્રિયતા સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. ગ્રામપંચાયત અને નગરપાલિકા વખતે સ્થાનિક લીડરો ફરિયાદ સાંભળતા પણ હતા. કોર્પોરેશન આવ્યા બાદ અહીં લોકો નોધારા બની ગયા છે એવું લાગે છે.

ગયા મહિને માં વરસાદમાં સ્ટર્લીંગ સીટી સેક્ટર એ અને બી માં પાણી ભરાયા હતા .લોકોના ઘરોમાં પાણી આવ્યા હતા .અને ત્યારબાદ થલતેજ વોર્ડમાં ડ્રેનેજનું કામ કરવા માટે બોડકદેવ વોર્ડના સ્ટર્લિંગ સિટી એ સેક્ટર માં ખોદકામ કરીને ગટરની પાઈપો નાખવામાં આવી હતી, જેનું જોડાણ મુખ્ય ગટર લાઈન સાથે કરવામાં આવ્યું હતું .પણ એ દરમિયાન સેક્ટર એ માં વરસાદી પાણી જવાની ગટરો ના ઢાંકણા બંધ કરી નાખવામાં આવ્યા હતા. આ કામ ચાલતું હતું.

ત્યારે કોન્ટ્રાકટર ના માણસો ને વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ ગટરો બંધ થવાથી રોડ પર ભરાયેલા પાણી જશે ક્યાં અને કેવી રીતે? પરંતુ તેમણે વાત લક્ષમાં લીધી નહીં .તેને લીધે પાણી વધારે ભરાયા અને પાણી જવાનો માર્ગ લગભગ બંધ થઈ ગયો છે . હવે આ સમસ્યા કાયમી થઈ ગઈ છે.
સ્ટર્લીંગ સીટી સેક્ટર એ અને બી વચ્ચે એક રોડ છે જે થલતેજ અને બોડકદેવ વોર્ડને જુદો પાડે છે .અહીં પણ હદની લડાઈ પ્રમાણે બંને વોર્ડના માણસોમાંથી કોણ ક્યાંનું કામ કરે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને જવાબદારો ને છટકી જાય છે. પરંતુ હવે આ પાણીનો નિકાલ કરવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરો આવે અને તાત્કાલિક એનો ઈલાજ કરે તે જરૂરી છે.

ગઈકાલે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા હોવાથી ઢાંકણું ખોલવા માટે રહીશો દ્વારા અનુરોધ કર્યો હતો. રાત્રે કોઈ પગલાં ન લેવાયા.અને સવારના વરસાદમાં ફરી પાણી ભરાઈ ગયા હતા.
ખરેખર આ સમસ્યા હવે કાયમી થઈ ગઈ છે અને એનો ઉકેલ લાવવા માટે બંને વોર્ડના કોર્પોરેટરો સક્રિય થાય તેવું લોકો ઈચ્છે રહ્યા છે.

શુંભ બંગલો અને સ્ટર્લીંગ સીટી સેક્ટર એ અને બી આ વિસ્તારમાં ભરાતા પાણીનો વર્ષોથી કોઈ પણ ઉકેલ લાવતા નથી. સોસાયટી થી માંડીને કોર્પોરેશન સુધી કોઈએ ચિંતા કરી નથી.અને કદાચ એન્જીનીરોને પણ સમજાતું નહીં હોય કે શું કરવું?