નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પર, 1 લાખ લોકો થયા પૂરગ્રસ્ત
પૂર્ણા નદીના પાણી નવસારી શહેરના કાલિયાવાડી, સ્ટેશન રોડ, શાંતાદેવી, દશેરા ટેકરી, બેસ્તખાડા, ઝવેરી સડક, વિરાવળ, રિંગ રોડ અને બંદર રોડ સહીતના ઘણાં વિસ્તારોમાં ફરી વળ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તર વધ્યા છે. નવસારી શહેરના પૂર્વ વિસ્તારને જળબંબાકાર કરનાર પૂર્ણા નદીના જળસ્તર હજીપણ ભયજનક સપાટી પર છે. 23 ફૂટની ભયજનક સપાટી સામે નદી 28 ફૂટે વહી રહી છે. જેને કારણે નવસારી શહેરમાં ચિંતાજનક સ્થિતિ છે.
નદીના વધેલા જળસ્તરને કારણે પૂર્ણા નદીના કાંઠાના 12 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને તેને કારણે લગભગ 1 લાખ લોકોને પૂરની અસર થઈ છે.
તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને રાહત-બચાવ કામગીરી સતત ચાલુ છે.
પૂર્ણા નદીના પાણી નવસારી શહેરના કાલિયાવાડી, સ્ટેશન રોડ, શાંતાદેવી, દશેરા ટેકરી, બેસ્તખાડા, ઝવેરી સડક, વિરાવળ, રિંગ રોડ અને બંદર રોડ સહીતના ઘણાં વિસ્તારોમાં ફરી વળ્યા છે. આ પૂરના પાણી લોકોના ઘર-દુકાનોમાં ઘૂસી જવાથી ભારે નુકશાની અને મુશ્કેલીન સ્થિતિ સર્જાઈ છે.
નવસારી જિલ્લામાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના ભયજનક સપાટી પર વહેવાને કારણે જિલ્લાના 9,236 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવાયું છે. વરસાદના કારણે નવસારી જિલ્લાના 128 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.