ટ્રમ્પ ઈરાનને વધુ ઠમઠોરવાના મૂડમાં, સૌથી મોટા હુમલાની થઈ રહી છે તૈયારી
ન્યૂઝ વેબસાઈટ Axios ને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યુ છે કે હું મોટા પ્રમાણમાં હુમલા પર વિચારણા કરી રહ્યો છું. આ પહેલા થયેલા કોઈપણ હુમલાથી મોટો હશે. હું નિર્ણય લેવાની બેહદ નજીક છું. અમે તેના માટે સંપૂર્ણપણ તૈયાર છીએ.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા સૈન્ય હુમલાના વિકલ્પ પર વિચારણા કરી રહ્યા છે અને આના સંદર્ભે નિર્ણય લેવાની તેવો બેહદ નજીક છે.
જો કે તેમણે એમ નથી કહ્યુ કે અંતિમ નિર્ણય ક્યારે લેવામાં આવશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે બંને દેશો વચ્ચે ગત 12 દિવસોથી સૈન્ય તણાવ સતત વધી રહ્યો છે અને તેની અસર વૈશ્વિક ખનીજતેલના બજાર અને પશ્ચિમ એશિયાની સુરક્ષા પર જોવા મળી રહી છે.
ન્યૂઝ વેબસાઈટ Axios ને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યુ છે કે હું મોટા પ્રમાણમાં હુમલા પર વિચારણા કરી રહ્યો છું. આ પહેલા થયેલા કોઈપણ હુમલાથી મોટો હશે. હું નિર્ણય લેવાની બેહદ નજીક છું. અમે તેના માટે સંપૂર્ણપણ તૈયાર છીએ.
જો કે બે અમેરિકન અધિકારીઓએ જણાવ્યુ કે હજી સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને સેનાનો કોઈ નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો નથી.
રિપોર્ટ પ્રમાણે, અમેરિકા-ઈરાન તણાવ વધ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ચુક્યું છે. ત્યારે અમેરિકામાં પણ મોટા પ્રમાણાં યુદ્ધ શરૂ કરવાના પક્ષમાં જનસમર્થન મર્યાદીત જણાવાય રહ્યું છે.
ટ્રમ્પે કહ્યુ છે કે જો તે કહેશે તો ઈઝરાયલ કેટલીક મિનિટોમાં આ અભિયાનમાં સામેલ થઈ જશે, પરંતુ તેમણે એ પણ કહ્યુ છે કે ઈરાનની વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કરવા માટે અમેરિકાને કોઈ બહારી મદદની જરૂર નથી.
આસિયાન દેશોના નેતાઓને સંબોધિત કરતા અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોએ કહ્યુ છે કે જો ઈરાન હોર્મુજની ખાડી પર નિયંત્રણ સ્થાપિત કરીને ત્યાંથી પસાર થનારા જહાજો પાસેથી શુલ્ક વસૂલવાની કોશિશ કરે છે, તો તેનાથી આખી દુનિયાની ઈકોનોમી પ્રભાવિત થશે.
તેમણે એમ પણ કહ્યુ છે કે જો ઈઝરાયલ સૈન્ય કાર્યવાહીમાં સામેલ થાય છે, તો તેને ઈરાનની જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
ટ્રમ્પે એમ પણ કહ્યુ છે કે ઈરાન વાતચીત કરવા ચાહે છે, પરંતુ હજી સમજૂતી માટે તૈયાર નથી. તેમના પ્રમાણે, તહેરાન પર હાલ એટલું દબાણ પડી રહ્યું નથી કે તે કોઈ સમજૂતી સ્વીકારે.
મધ્યસ્થતાની કોશિશો સાથે જોડાયેલા બે પ્રાદેશિક સૂત્રોએ પણ કહ્યુ કે ઈરાનના નેતૃત્વે અત્યાર સુધી સામે રાખવામાં આવેલા નવીનતમ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી. એક સૂત્ર મુજબ, વાતચીત ચાલુ છે. પરંતુ ઈરાન સહયોગ કરી રહ્યુ નથી.
મહત્ત્વપૂર્ણ છે કે ગત 12 દિવસોમાં અમેરિકાએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા કમર્શિયલ જહાજો પર ઈરાન સમર્થિત હુમલા રોકવા માટે પોતાના હવાઈ હુમલા તેજ બન્યા છે. તેમ છતાં ઈરાન પાછળ હટવાનો સંકેત આપી રહ્યું નથી અને તેણે ક્ષેત્રમાં પોતાની ગતિવિધિઓને રોકી દીધી છે.
આ ઘટનાક્રમ વચ્ચે યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ લાલસાગરમાં સાઉદી અરેબિયાના જહાજોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે અને વૈશ્વિક ઊર્જા બજારની ચિંતામાં વધારો કર્યો છે.
ટ્રમ્પે સોશયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોસયલ પર કહ્યુ છે કે જો હૂતી વિદ્રોહીઓ ફરીથી હુમલા કરે છે, તો અમેરિકા તેના માટે ઈરાનને જવાબદાર માનશે, કારણ હૂતી ઈરાનના ટેકાથી કામ કરે છે. તેમણે ચેતવણી આપી છે કે આી સ્થિતિમાં ઈરાન હૂતી, બંનેને ગંભીર સૈન્ય પરિણામોનો સામનો કરવો પડશે.