અરુણાચલ પ્રદેશની નાનકડી ક્યૂટ ઈન્ડિયનની આપણે સૌ ભારતીયોને કરેલી ફરિયાદ સાંભળો! જુઓ- Video
ચીન ભારતનું પ્રત્યક્ષ અને પરોક્ષપણે સૌથી વધુ શત્રુતા ધરાવતું પાડોશી છે. તેનો ડોળો અરુણાચલ પ્રદેશ પર પણ છે અને લડાખ પર પણ છે. ત્યારે આ નાનકડી ક્યૂટ ઈન્ડિયનની ફરિયાદ તમામ ભારતીયોએ કાને ધરવી રહી.
સામાન્ય રીતે ઈશાન ભારતીય રાજ્યો અરુણચાલ પ્રદેશ, સિક્કીમ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, આસામ અને નાગાલેન્ડના લોકો જ્યારે ભારતના અન્ય ભાગોમાં જાય છે, ત્યારે તેમને ચાઈનીઝ કહીને બોલાવવાનો એક બેહદ ઘૃણાસ્પદ ટ્રેન્ડ છે.
પણ હવે પાક્કા ભારતીય એવા અરુણાચલપ્રદેશના પાટનગર ઈટાનગરની એક પ્યારી નાનકડી ઈન્ડિયને ક્યૂટ ફરિયાદ કરી છે.
આ નાનકડી બાળકીએ પોતાની કાલીઘેલી ભાષામમાં જે કહ્યું, તે તમામ ભારતીયોએ સાંભળવું જોઈએ અને ઈશાન ભારતીય રાજ્યોના લોકોને ચાઈનિઝ કહેવાનું બંધ કરવું જોઈએ. ચીન ભારતનું પ્રત્યક્ષ અને પરોક્ષપણે સૌથી વધુ શત્રુતા ધરાવતું પાડોશી છે. તેનો ડોળો અરુણાચલ પ્રદેશ પર પણ છે અને લડાખ પર પણ છે. ત્યારે આ નાનકડી ક્યૂટ ઈન્ડિયનની ફરિયાદ તમામ ભારતીયોએ કાને ધરવી રહી.
ઈટનગરથી પ્યારી નાનકડી ઈન્ડિયનની ફરિયાદ છે કે તમે અમને ચાઈનીઝ કહો છો તેનાથી ઘણો ગુસ્સો આવે છે, ઘણું દુખ થાય છે. પ્લીઝ અમને આવું ન બોલો. અમને ઈન્ડિયા બોલો ઈન્ડિયા. તેનો અર્થ છે કે અમને ઈન્ડિયન બોલો ઈન્ડિયન.