EWS અનામત પર SC, કહ્યું- ₹ 8 લાખની વાર્ષિક આવકની મર્યાદા પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય
મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ પી. એસ. નરસિમ્હાએ ફરી એકવાર એ પણ ટીપ્પણી કરી છે કે આ મામલો 2021 સત્ર માટે નીટ એડમિશન સાથે જોડાયેલો છે, જે હવે નિષ્પ્રભાવી થઈ ચુક્યો છે
સુપ્રીમ કોર્ટે મૌખિકપણે કહ્યું છે કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના અનામત માટે 8 લાખ રૂપિયા વાર્ષિક આવકની મર્યાદા પહેલી નજરે યોગ્ય લાગે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલો પાંચ વર્ષથી વિલંબિત છે.
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે આ ટીપ્પણી કરી હતી. લાઈવ લૉના રિપોર્ટ મુજબ, કોર્ટે 2021માં દાખલ એક અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી છે.
10 ટકા EWS કોટા સાથે જોડાયેલો મામલો
અરજીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીનેા 2021ના નોટિફિકેશનને પડકારવામાં આવ્યું છે. તેમાં ઓલ ઈન્ડિયા કોટા હેઠળ મેડિકલ કોર્સમાં ઓબીસી માટે 27 ટકા અને EWS માટે 10 ટકા કોટા ઉપલબ્ધ કરાવાયો છે.
બાદમાં સુપ્રીમ કોર્ટમાં 2022માં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિકપણે નબળા વર્ગોને 10 ટકા અનામત સુનિશ્ચિત કરનારા 103મા બંધારણીય સંશોધન પર મ્હોર લગાવી દેવાઈ હતી.
8 લાખ રૂપિયાની આવકની મર્યાદા યોગ્ય
મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ પી. એસ. નરસિમ્હાએ ફરી એકવાર એ પણ ટીપ્પણી કરી છે કે આ મામલો 2021 સત્ર માટે નીટ એડમિશન સાથે જોડાયેલો છે, જે હવે નિષ્પ્રભાવી થઈ ચુક્યો છે.
આના પર અરજદારના વકીલ તનવી દુબેએ દલીલ કરી છે કે 8 લાખ રૂપિયાવાળો ક્રાઈટેરિયાનો સવાલ યથાવત છે.
તેમણે કહ્યુ છે કે પાંડે કમિશને 8 લાખ રૂપિયાની મર્યાદાને કાયમ રાખવાનું સૂચન કર્યું, પરંતુ 5 એકરથી વધારે કૃષિ જમીનવાળા પરિવારને અલગ કરવાનું કહી દીધું, ચાહે તેમની આવક જેટલી પણ હોય.
31 ડિસેમ્બર, 2021ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે તેણે કમિશનની ભલામણો માની લીધી છે.
આના પહેલા કોર્ટે આવકના ક્રાઈટેરિયાને પહેલી નજરમાં મનસ્વી કહ્યો હતો, જેના પછી જ કમિટીની રચના કરવામાં આવી હતી.
હવે આને લઈને જસ્ટિસ આલોક અધારેએ મૌખિકપણે કહ્યુ છે કે 8 લાખ રૂપિયા વાર્ષિક આવકની મર્યાદા પહેલી દ્રષ્ટિએ યોગ્ય પ્રતીત થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટ ક્રાઈટેરિયા પર ચાલુ રાખશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે અરજદારને થોડીવાર સાંભળ્યા બાદ ક્રાઈટેરિયાને લઈને ઉઠાવવામાં આવેલા પ્રશ્ન પર સુનાવણીને પેન્ડિંગ રાખી લીધી, કારણ કે ત્યારે બે-બે વરિષ્ઠ વકીલ ઉપસ્થિત ન હતા.
અદાલતે અરજદારના વકીલને કહ્યુ કે એક લિસ્ટ બનાવો અને તેમાં સંબંધિત મુદ્દાઓને સામેલ કરો.
સુનાવણીને એક સપ્તાહ માટે ટાળતા ખંડપીઠે આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીની પણ મદદ માંગી અને નિર્દેશ કર્યો કે તેમને આની સાથે જોડાયેલી અરજીઓ સોંપવામાં આવે.
8 લાખ રૂપિયાની આવક મર્યાદા હાલ આખરી નથી
2021-22ના નીટ એડમિશનમાં EWS અને ઓબીસી અનામતને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી, 2022માં કહ્યું હતું કે 8 લાખ રૂપિયાના ક્રાઈટેરિયાની કાયદેસરતા પર બાદમાં વિચારણા કરવામાં આવશે.
કોર્ટે ત્યારે પણ એ સ્પષ્ટ કરી દીધું હતું કે ક્રાઈટેરિયાની કાયદેસરતા અરજીઓ પર આખરી નિર્ણય પર નિર્ભર કરશે.