નેપાળ પુરમાં 288 ભારતીય હજીપણ લાપતા, ચીની સીમા નજીક 200 લોકો છે ફસાયેલા
બુધવારે સવારે તિબેટમાં ગ્લેશિયરના ધ્વસ્ત થવાથી ચીન અને નેપાળના સીમાવર્તી ક્ષેત્રમાં અચાનક ભીષણ પુર આવ્યું અને તેમાં અત્યાર સુધીમાં 290 લોકોના મોત થઈ ચુક્યા છે અને 1300થી વધુ લોકો લાપતા છે.
પાડોશી દેશ નેપાળમાં ભયાનાક પુર અને તેમાં ફસાયેલા અને લાપતા ભારતીયો પર વિદેશ મંત્રાલયે ગુરુવારે વિસ્તારપૂર્વક જાણકારી આપી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેપાળ-તિબેટ સીમા પર અચાનક આવેલા વિનાશકારી પુર બાદ 288 ભારતીય નાગરિકો સાથે હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમાંથી લગભગ 200થી વધારે લોકો ચીનના નિયંત્રણવાળા તિબેટમાં ફસાયેલા છે, જેમને ત્યાંથી કાઢવાની જરૂરત છે. ચીનની તરફથી આવેલા પુરના મામલામાં વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે તિબેટમાં હાલ લગભગ 200 ભારતીયોએ સરકાર પાસે મદદ માંગી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સંપર્કથી બહાર આ 288 ભારતીય નાગરિકોમાં ત્રિશુલી - 2 પાવર પ્રોજેક્ટ પર કામ કરનારા લોકો, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના ઘણાં ગ્રુપ, કેરળનું એક ગ્રુપ અને અલગ-અલગ ટૂર ઓપરેટરો દ્વારા યાત્રા કરનારા ભારતીય સામેલ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મીડિયા બ્રીફિંગમાં કહ્યુ છે કે નેપાળમાં પુરથી બચી ગયેલા 21 ભારતીયો તમિલનાડુના વતની છે. તેમણે કહ્યુ છે કે ભારત નેપાળના અનુરોધ પર રાહત સામગ્રી મોકલી રહ્યું છે અને આગળ પણ મદદ ચાલુ રાખશે. જાયસવાલે ક્હ્યુ છે કે નેપાળમાં અચાનક આવેલા પુરની સ્થિતિમાં ભારત નેપાળની સાથે ખભેખભો મિલાવીને ઉભું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ક્હ્યુ છે કે અમે તમિલનાડુના 21 ભારતીય નાગરિકોને બચાવ્યા છે, અમને જાણકારી મળી છે કે માનસરોવર યાત્રા પર ગયેલા ઘણાં ભારતીય નાગરિક ચીન તરફ ફસાયેલા છે. ત્યાં લગભગ 200 ભારતીય નાગરિક છે, જેમણે ત્યાંથી નીકળવામાં મદદ માંગી છે. ચાર લોકો જીલોંગ શહેરમાં છે, 13 જુટુલપોમાં છે અને તે સાગા શહેરના માર્ગ પર છે.. સ્થિતિ સતત બદલાય રહી છે.
જાયસવાલે કહ્યુ છે કે નેપાળને આપણે જે મદદ આપી છે તેના હેઠળ કાઠમંડૂ માટે માનવીય સહાયતા લઈને બે વિમાન મોકલ્યા છે. તેમણે કહ્યુ છે કે હવાઈ માર્ગથી મોકલવામાં આવેલી આ બે ખેપોમાં કુલ મળીને આઠ ટન દવાઓ અને એક ટન ખાદ્યસામગ્રી સામેલ છે. તેમણે કહ્યુ છે કે ભારતે નેપાળમાં ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યોમાં મદદ માટે અત્યાર સુધી કુલ 47.5 ટન ઈમરજન્સી સામગ્રી મોકલાય છે.
મહત્ત્વપૂર્ણ છે કે બુધવારે સવારે તિબેટમાં ગ્લેશિયરના ધ્વસ્ત થવાથી ચીન અને નેપાળના સીમાવર્તી ક્ષેત્રમાં અચાનક ભીષણ પુર આવ્યું અને તેમાં અત્યાર સુધીમાં 290 લોકોના મોત થઈ ચુક્યા છે અને 1300થી વધુ લોકો લાપતા છે.
ગાયબ થયેલા લોકોમાં મોટી સંખ્યા એ વિદેશીઓની છે કે જે ટ્રેકિંગ અથવા પવિત્ર હિંદુ ધાર્મિક સ્થળની તીર્થયાત્રા માટે આ ક્ષેત્રમાં પહોંચ્યા હતા. અલગ અલગ એજન્સીઓના આંકડાઓમાં લાપતા લોકોની સંખ્યા અલગ હોઈ શકે છે. આના કારણે આંકડા એકઠા કરવાની પદ્ધતિઓ, રિપોર્ટ કરવાનો સમય અને તેના સત્યાપનના અંતરની સાથે આંકડા એખઠા કરનારા અધિકારીઓ અને પ્રભાવિત ક્ષેત્રોમાં બચાવ અભિયાન ચલાવી રહેલા દળોની વચ્ચે સમન્વયની ખામી પણ છે.