Investment Friendliness Index:રોકાણ આકર્ષિત કરવામાં ગુજરાત સૌથી આગળ
નીતિ પંચ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ (Investment Friendliness Index) જાહેર કરવામાં આવ્યો છે. આના પ્રમાણે ગુજરાત આ યાદીમાં સૌથી આગળ છે. તો, આ ઈન્ડેક્સ જાહેર કરતા નીતિ પંચના ઉપાધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત ચીનની સરખામણીમાં રોકાણનો સારો ઉપયોગ કરી રહ્યું છે.
India vs China : નીતિ પંચે પહેલીવાર ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ (Investment Friendliness Index)જાહેર કર્યો છે. તેનો ઉદેશ્ય એ જણાવવામાં આવે છે કે ક્યાં રાજ્યો રોકાણ અને ઉદ્યોગ સ્થાપવા માટે સૌથી સારો માહોલ પ્રદાન કરી રહ્યા છે.
આ ઈન્ડેક્સ મુજબ ગુજરાત આ યાદીમાં સૌથી આગળ છે. તેના પછી મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશા સૌથી સારું પ્રદર્શન કરનારા રાજ્યો છે. આ ઈન્ડેક્સ જાહેર કરવા પર નીતિ પંચના ઉપાધ્યક્ષ અશોકકુમાર લાહિડીએ કહ્યુ છે કે ભારત પોતાના રોકાણનો ઉપયોગ ચીનની સરખામણીમાં વધુ પ્રભાવી રીતે કરી રહ્યું છે.
કેવી રીતે કામ કરે છે Investment Friendliness Index ?
આ ઈન્ડેક્સમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું આકલન 90 માપદંડોના આધારે કરવામાં આવે છે. જેમાં સડક, વીજળી, પોર્ટ્સ, કારોબારનો માહોલ, સરકારી નીતિઓ, નિયમોની સરળતા, નાણાંકીય સ્થિતિ અને પર્યાવરણ જેવા પાસાઓને સામેલ કરવામાં આવે છે. તેની સાથે જ 1850 રોકાણકારોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો.
આ ઈન્ડેક્સમાં 100 અંકો છે. દરેક રાજ્યને અલગ-અલગ માપદંડો પર અંક આપવામાં આવે છે અને પછી કુલ સ્કોરના આધારે તેની શ્રેણી નક્કી કરાય છે.
સૌથી સારું પ્રદર્શન કરનારા રાજ્ય
56.6 અંકો સાથે ગુજરાત Investment Friendliness Index માં સૌથી આગળ છે. જ્યારે મહારાષ્ટ્ર 53.7 અંક સાથે બીજા સ્થાને, ગોવા 53.1 અંક સાથે ત્રીજું, 50થી વધુ અંક સાથે તમિલનાડુ ચોથું અને 50થી વધુ અંક સાથે ઓડિશા પાંચમાં સ્થાને છે.
પહાડી અને પૂર્વોત્તર રાજ્યો પણ પાછળ નથી
Investment Friendliness Index માં પહાડી અને પૂર્વોત્તર રાજ્યો પણ પાછળ નથી. 47.5 ટકા અંક સાથે ઉત્તરાખંડ આ કેટેગરીમાં પહેલું, પછી 47.3 ટકા અંક સાથે આસામ બીજું અને 46.1 ટકા અંક સાથે હિમાચલ પ્રદેશ ત્રીજા સ્થાને છે.
આ ઈન્ડેક્સમાં રાજ્યોના રોકાણના માહોલની સરખામણી કરવામાં આવી છે. તેનાથી રોકાણકારોને જાણકારી મળે છે કે ક્યાં રાજ્યમાં રોકાણ કરવું વધુ સારું છે. તેનાથી જ રાજ્યોને એ પણ ખબર પડે છે કે તેમને ક્યાં ક્ષેત્રમાં સુધારણા કરવાની જરૂરત છે.
ભારતનું રોકાણ વધુ અસરદાર
ઈન્ડેક્સ જાહેર કરતા અશોકકુમાર લાહિડીએ કહ્યુ કે ભારત પોતાની મૂડીનો ઘણી અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે ભારતમાં દરેક રૂપિયાના રોકાણથી ચીનના તેજ વિકાસવાળા તબક્કાની સરખામણીએ વધુ આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે કે દેશ જેટલા નાણાં રોકે છે, તેનાથી અપેક્ષાકૃત વધારે આર્થિક વિકાસ પ્રાપ્ત થઈ રહ્યો છે. લાહિડીએ કહ્યુ છે કે ભારતનો રોકાણ દર હાલ જીડીપીના લગભગ 25 ટકા છે. આ ચીનના ઝડપી વિકાસવાળા તબક્કામાં કરવામાં આવેલા રોકોણનો અડધો છે.