"ગુંડાઓને એરેસ્ટ કરો નહીંતર જયપુર આવીશ", CJP નેતા આશુતોષ રાંકા પર હુમલા બાદ દીપકેની રાજસ્થાન સરકારને ચિમકી
સીજેપી પ્રમુખ અભિજીત દીપકેએ આશુતોષ રાંકા અને તેમના ટેકેદારો સાથે કથિત હુમલા સાથે જોડાયેલા ત્રણ વીડિયો સોશયલ મીડિયા પર શેયર કર્યા છે
રાજસ્થાનના પાટનગર જયપુર નજીકના એક ગામમાં સીજેપીના નેતા આશુતોષ રાંકા અને તેમના સમર્થકો પર કથિત હુમલા બાદ કોકરોચ જનતા પાર્ટી- સીજેપીના પ્રમુખ અભિજીત દીપકેએ રાજસ્થાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
તેમણે કહ્યુ છે કે જો આ દરમિયાન સરકારી સ્કૂલનું સમારકામ શરૂ નહીં થાય અને હુમલાના આરોપીઓ એરેસ્ટ નહીં થાય, તો તે જયપુર પહોંચશે. અભિજીત દીપકેએ કહ્યુ છે કે તે આ હુમલામાં કાર્યવાહી થવા સુધી પાછા નહીં હટે. તેમણે સરકારને સ્કૂલની સ્થિતિ સુધારવા અને હુમલાના આરોપીઓની ધરપકડની માગણી કરી છે.
જયપુરના બગરુ વિસ્તારના રામપુરા-કંવરપુરા ગામમાં સીજેપીએ પોતાના સ્કૂલ ઠીક કરો- અભિયાન હેઠળ કાર્યકર્તાઓને ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિ જોવા માટે મોકલ્યા હતા. સીજેપીનો આરોપ છે કે સ્કૂલની સ્થિતિ જોવા પહોંચેલા કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તા (કે જે ખુદને ગ્રામીણ ગણાવે છે) વિરોધ કર્યો અને તેમને ત્યાંથી જવા માટે જણાવ્યું. સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકા પણ ત્યાં પહોંચ્યા હતા. તેમના પહોંચ્યા બાદ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો. જોતજોતામાં વાતાવરણ તણાવપૂર્ણ થયું અને ધક્કામુક્કી શરૂ થઈ હતી.
સીજેપી દ્વારા આરોપ લગાવાયો છે કે કાર્યકર્તાઓ સાથે મારપીટ કરવામાં આવી અને તેમને ગામની બહાર ખદેડવામાં આવ્યા. તેની સાથે જ તેમની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. જો કે ઉપલબ્ધ જાણકારીમાં ભાજપના લોકો કે ગ્રામીણો તરફથી આ આરોપો પર કોઈ અલગ પક્ષ સામે આવ્યો નથી. માટે હુમલા સાથે જોડાયેલા આરોપોને હાલ સીજેપીના દાવા તરીકે જ જોવાઈ રહ્યા છે.
સીજેપી પ્રમુખ અભિજીત દીપકેએ આશુતોષ રાંકા અને તેમના ટેકેદારો સાથે કથિત હુમલા સાથે જોડાયેલા ત્રણ વીડિયો સોશયલ મીડિયા પર શેયર કર્યા છે. તેમણે રાજસ્થાન પોલીસને ટેગ કરતા આરોપ લગાવ્યો છે કે સરકારી સ્કૂલની મુલાકાત દરમિયાન સીજેપીના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો અને પોલીસ મૂકદર્શક બની રહી.
દીપકેએ સવાલ ઉઠાવ્યો કે હુમલાખોરોને ખરાબ સ્થિતિવાળી સરકારી સ્કૂલોથી કોઈ પરેશાની નથી. પરંતુ સીજેપીના કાર્યકર્તાઓના સ્કૂલની મુલાકાત કરવા પર વાંધો છે. તેમણે સવાલ કર્યો કે આખરે આ વિરોધની પાછળ કઈ બાબતની સુરક્ષા કરવાની કોશિશ કરાઈ રહી છે.