સોનાનો હાર ડબ્બામાં રાખવામાં આવે છે, તેવી રીતે છોકરીઓને ઘરની અંદર રાખવી જોઈએ: કેરળના ગ્રાન્ડ મુફ્તિ
ટીકાકારોનું કહેવું છે કે મહિલાઓને જાહેરજીવનથી દૂર રાખવાની વાત લૈંગિક સમાનતા અને મહિલાઓની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. ઘણાં લોકોએ આને પછાત માનસિકતા પણ ગણાવી છે.
સોનાનો હાર ડબ્બામાં રાખવામાં આવે છે, તેવી રીતે છોકરીઓને ઘરની અંદર રાખવી જોઈએ. આ વાત કેરળના ગ્રાન્ડ મુફ્તિ શેખ અબુબક્ર અહમદ ઉર્ફે કાંથાપુરમ એપી અબુબકર મુસલિયારે કહી છે. ગ્રાન્ડ મુફ્તિના મહિલાઓ પર આપવામાં આવેલા આ નિવેદનથી મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. કાંથાપુરમે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે મહિલાઓએ ઘરની અંદર જ રહેવું જોઈએ. તેમણે કહ્યુ છે કે ઈસ્લામમાં પડદા વ્યવસ્થા પણ મહિલાઓની ગરિમા અને સુરક્ષા માટે જ બનાવવામાં આવી છે.
ગ્રાન્ડ મુફ્તિએ આ વાત કોચ્ચિમાં આયોજીત હુબ્બુલ રસૂલ સંમેલનને સંબોધિત કરતા કહી છે. કાંથાપુરમે કહ્યુ છે કે કુરાન મુજબ, મહિલાઓને ઘરોની અંદર રહેવું જોઈએ અને જાહેરમાં બહાર જવું જોઈએ નહીં. પવિત્ર કુરાન આ કહે છે.
પોતાના નિવેદનને સમજાવતા ગ્રાન્ડ મુફ્તિએ મહિલાઓની સરખામણી સોનાના હાર સાથે કરી દીધી. તેમણે કહ્યુ કે જ્યારે કોઈ વ્યક્તિ દુકાનમાંથી સોનાનો હાર ખરીદે છે, તો તે કબાટ કે ડબ્બામાં સુરક્ષા સાથે રાખે છે. બીજી તરફ પથ્થરની ઘંટી જેવી ચીજો સડકના કિનારે પણ રાખી શકાય છે.
કાંથાપુરમે કહ્યુ છે કે જો સોનાનો હાર સડક પર મૂકી દેવામાં આવે, તો દરેક તેને સ્પર્શ કરશે અઅને તેની સુંદરતા અને કિંમત સમાપ્ત થઈ જશે. આ પ્રકારે મહિલાઓને જાહેરજીવનમાં લાવવાથી મોટું નુકશાન થશે. આ કારણથી ઈસ્લામમાં મહિલાઓ માટે પડદા વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેમણે આગળ ક્હ્યુ છે કે મહિલાઓને ઘર સુધી મર્યાદીત રાખવાની વાત તેમને નાના દેખાડવા માટે નથી, પરંતુ તેમના સમ્માન અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે છે.
સુન્ની સમુદાયના ગ્રાન્ડ મુફ્તિ ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા કાંથાપુરમે કહ્યુ છે કે ઈસ્લામે મહિલાઓને સંપત્તિ અને વારસાઈનો અધિકાર આપ્યો, જ્યારે પહેલા આવો અધિકાર ન હતો. તેમના પ્રમાણે, ઈસ્લામે મહિલાઓનો દરજ્જો ઉંચો કર્યો છે. તેમણે કહ્યુ છે કે અમે ધર્મનો અભ્યાસ કર્યો છે. માટે આને કહેવું અમારું કર્તવ્ય છે. અમે કહેતા રહીશું અને કઈ અમને રોકી નહીં શકે. તેની સાથે જ તેમણે કહ્યુ કે તેમની સંસ્થા અન્ય ધર્મોના મામલામાં દખલ કરતી નથી, માટે મુસ્લિમ સમુદાયના ધાર્મિક મામલાઓ પર બોલવાનો અધિકાર પણ તેમને છે.
કાંથાપુરમના આ નિવેદન બાદ સોશયલ મીડિયામાં ચર્ચા છેડાઈ છે. ટીકાકારોનું કહેવું છે કે મહિલાઓને જાહેરજીવનથી દૂર રાખવાની વાત લૈંગિક સમાનતા અને મહિલાઓની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. ઘણાં લોકોએ આને પછાત માનસિકતા પણ ગણાવી છે.