પૂર્વ CMના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન એરેસ્ટ, તમિલનાડુના CM વિજયનું નામ લઈ કરી હતી ગંદી વાત
કાવેરી જળ વિવાદને લઈને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિ પર નિશાન સાધતા સાધતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને અભિનેત્રી તૃષાને લઈને વિવાદીત ટીપ્પણી કરી હતી. તેના પછી તમિલનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની પોલીસે ધરપકડ કરી છે.
તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં રાજકીય બબાલ શરૂ થઈ છે. તમિલનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ મારનની રાજ્ય પોલીસે ધરપકડ કરી લીધી છે.
કાવેરી જળ વિવાદને લઈને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિને નિશાન બનાવતા ડીએમકે અધ્યક્ષ અને પૂર્વ સીએમના પુત્ર ઉદયનિધિ મારને અભિનેત્રી તૃષાને લઈને વિવાદીત ટીપ્પણી કરી હતી. તેના પછી તેમને રાજ્ય પોલીસે એરેસ્ટ કરી લીધા છે.
રેલી દરમિયાન એ સમયે વિવાદ પેદા થયો હતો, જ્યારે ભીડમાં રહેલા એક વ્યક્તિએ તૃષા, તૃષાના સૂત્રો પોકાર્યા હતા. ઉદયનિધિએ ભાષણ રોકીને સ્મિત સાથે કથિતપણે બેવડા અર્થોવાળી અશ્લિલ ટીપ્પણી કરી હતી. તેના પછી તેમનો રાજકીય વિરોધ શરૂ થયો હતો.
ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ હતુ કે તેમણે કંઈપણ ખોટું કહ્યું ન હતું અને ન તો કોઈનું નામ લીધું હતું. હવે કોર્ટ જ સાચું કે ખોટું હોવાનો નિર્ણય કરશે. સ્ટાલિને એમ પણ કહ્યુ હતુ કે આનું પરિણામ ભોગવવા માટે તેઓ તૈયાર છે.
ભાજપે ઉદયનિધિની ટીપ્પણીને વખોડી
તમિલનાડુ ભાજપના પ્રદેશ ખાતેના મુખ્ય પ્રવક્તા નારાયણન તિરુપતિએ એક્સ પર કહ્યુ છે કે ઉદયનિધિની કથિત ડબલ મિનિંગ ટીપ્પણી ઘૃણિત, અશ્લિલ, વાંધાજનક અને શરમજનક છે.
ભાજપના નેતાએ કહ્યુ કે ખરેખર, કોઈ બદમાશ કે ચોર પણ, જેની માતા, પત્ની કે પુત્રી હોય, આટલી અભદ્ર ભાષામાં વાત નહીં કરે. કોઈપણ માતા, પત્ની કે પુત્રી આવી ટીપ્પણી કરનારાઓને માફ કરશે નહીં. તેમણે કહ્યુ હતુ કે આ ટીપ્પણી માટે ઉદયનિધિની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવા જોઈએ.
ભાજપના પ્રવક્તા તિરુપતિએ કહ્યુ કે આ પ્રકારની નિમ્નસ્તરની ભાષા માટે ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરીને જેલમાં મોકલવા તમિલનાડુના મુખ્યમંત્રી માટે ડીએમકેના ધારાસભ્યની ધરપકડથી વધુ શ્રેયકર હશે. હવે જોવાનું એ હશે કે અદાલત આ ટીપ્પણી માટે સજા આપે છે કે જામીન મંજૂર કરે છે.
ટીવીકેના ધારાસભ્ય રેવંત ચરણે પણ આ ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને ખરાબ ગણાવીને કહ્યુ કે જાણીજોઈને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરાયો છે. તેમણે કહ્યુ છે કે જ્યારે કાવેરી મામલામાં તેમના પ્રોટેસ્ટને સપોર્ટ મળ્યો નથી તો આ ખરાબ ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા.
મહત્ત્વપૂર્ણ છે કે આ વિવાદ ત્યારે સામે આવ્યો છે, જ્યારે કાવેરી જળવિવાદને લઈને તમિલનાડુ સરકાર કર્ણાટક સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. વિજય સરકારનો આરોપ છે કે કર્ણાટક, કાવેરી જળ પ્રબંધન ઓથોરિટી અને કાવેરી જળ વિનિમયન સમિતિના નિર્દેશ બાદ પણ તેના હિસ્સાનું પાણી છોડી રહ્યું નથી. ત્યારે ઉદયનિધિ સ્ટાલિનનો આરોપ છે કે મુખ્યમંત્રીની ઉદાસિનતાને કારણે તમિલનાડુને કાવેરીનું એક ટીપું પણ મળ્યું નથી.