ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમના ચૂંટણી નહીં લડનારા મહામંત્રી છે સુનીલ બંસલ, બી. એલ. સંતોષની ખુરશી પર છે નજર!
બી. એલ. સંતોષની ઈચ્છા કર્ણાટક જવાની અને મુખ્યમંત્રી બનવાની હોવાનું જણાવાય છે. હાલ સુનીલ બંસલની નજર રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીની ખુરશી પર છે
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમના મહામંત્રીઓમાં સુનીલ બંસલ જ એકમાત્ર મહામંત્રી છે કે જેમણે અત્યાર સુધી કોઈપણ ચૂંટણી લડી નથી. ગત ટીમમાં પણ તેઓ મહામંત્રી હતા. ગત ટીમમાંથી રિપીટ થયેલા બે નેતાઓમાં સુનીલ બંસલનો સમાવેશ થાય છે. તેઓ જ્યારે પહેલીવાર મહામંત્રી બન્યા તેના પછીથી ચર્ચા હતી કે તેઓ સંસદના ક્યાં ગૃહમાં જશે. આ ચર્ચા આ વખતે પણ થઈ રહી છે. કહેવામાં આવે છે કે તેઓ સાંસદ નહીં બને.
મહત્ત્વપૂર્ણ છે કે સુનીલ બંસલ સંઘમાંથી ભાજપમાં આવ્યા છે અને ઉત્તર પ્રદેશના સૌથી શક્તિશાળી મહામંત્રી રહ્યા છે. એક સમય એવો હતો કે મીડિયામાં ગોસિપ કોલમમાં છપાતું હતું કે સુનીલ બંસલ રાજ્ય સરકાર ચલાવી રહ્યા છે. તેના પછી તેઓ રાષ્ટ્રીય ટીમમાં આવી ગયા.
જાણકાર સૂત્રોનું માનીએ તો તેમની પણ મનસા સાંસદ બનવાની નથી, કારણ કે તેઓ આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બનવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સંગઠન મહામંત્રી પાર્ટીને સંઘ તરફથી આપવામાં આવે છે. સામાન્ય રીતે ભાજપ સંગઠન મહામંત્રી રહેનાર નેતા ચૂંટણી લડતા નથી અને ન તો સરકારમાં કોઈ પદ ગ્રહણ કરે છે.
હાલ બી. એલ. સંતોષ ભાજપના સંગઠન મહામંત્રી છે. તેમના પહેલા રામલાલ આ પદ પર હતા, પણ તેમને હટાવાયા બાદ તેઓ પાછા સંઘમાં ચાલ્યા ગયા છે. બી. એલ. સંતોષની ઈચ્છા કર્ણાટક જવાની અને મુખ્યમંત્રી બનવાની હોવાનું જણાવાય છે. હાલ સુનીલ બંસલની નજર રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીની ખુરશી પર છે. તે હાલ અપેક્ષાકૃત યુવાન છે અને તેથી કોઈ ઉતાવળમાં પણ નથી.