અમદાવાદમાં આજથી રિક્ષાચાલકોની બે દિવસની હડતાળ, CNG ભાવધારાનો વિરોધ
હાલ સીએનજીનો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. વધતા ખર્ચ સામે હાલનું ભાડું અપુરતું હોવાથી રિક્ષાચાલકોને જીવનયાપનમાં મુશ્કેલી પડી રહી છે
અમદાવાદમાં 5મી ઓગસ્ટથી રિક્ષાચાલકોની બે દિવસીય હડતાળ શરૂ થઈ છે. 5 અને 6 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારોમાં ઓટોરિક્ષા સેવાઓ અસરગ્રસ્ત થઈ રહી છે. રિક્ષાચાલકોની હડતાળના પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ હડતાળનું એલાન પ્રગતિ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા આપવામમાં આવ્યું છે.સીએનજીના ભાવમાં સતત વધારો થવાથી ઓટોરિક્ષા ચલાવવાનો ખર્ચ વધી ગયો છે અને હાલના ભાડામાં ઘર ચલાવવું કઠિન થઈ રહ્યું હોવાની પ્રગતિ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
હાલ સીએનજીનો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. વધતા ખર્ચ સામે હાલનું ભાડું અપુરતું હોવાથી રિક્ષાચાલકોને જીવનયાપનમાં મુશ્કેલી પડી રહી છે. તેથી પોતાની માગણી સંબંધિત તંત્ર અને સરકાર સુધી પહોંચાડવા માટે બે દિવસીય હડતાળનું એલાન કરવામમાં આવ્યું છે.
પ્રગતિ રિક્ષાચાલક એકતા યુનિયને ભાડામાં સુધા કરીને રિક્ષાનું મિનિમમ ભાડું 30 રૂપિયા કરવા અને પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ભાડું નક્કી કરવાની માગણી કરી છે. યુનિયનના મતે હાલના દરોમાં વધારા વચ્ચે ઈંધણ ખર્ચ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં લેવાતા નહીં હોવાની રજૂઆત કરી છે. તેથી તેમની માગણી છે કે ભાડામાં વધારો કરવામમાં આવે, તો રિક્ષાચાલકોને આર્થિક રાહત મળી શકે છે.