રાજકોટમાં એક પરિવારનો સામુહિક આપઘાત, વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં 3નો જીવ ગયો
દિલીપભાઈ ખખ્ખર નિવૃત્ત સરકારી કર્મચારી હતા. તેમ છતાં પરિવારને લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિવાર વ્યાજખોરોના ચુંગલમાં ફસાયો હતો. વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા સતત દબાણ અને હેરાનગતિને કારણે પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત થઈ રહી છે.
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી અંજના પાર્ક સોસાયટીમાં રહેતા પીડબબ્લ્યૂડી વિભાગના નિવૃત્ત કર્મચારી દિલીપભાઈ ખખ્ખર, તેમના પત્ની અને પુત્રે ઝેરી દવા લઈને સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે આખા રાજકોટ શહેરમાં આઘાતની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવારે ગંભીર આર્થિક તંગી અને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને આ ભયાનક પગલું ભર્યાનું સામે આવ્યું છે. ત્રણેય સભ્યોએ ઝેરી દવા લીધી તેના પછી તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમને બચાવી શકાયા નહીં અને ત્રણેયના મોત નીપજ્યા હતા.
સૂત્રોને ટાંકીને મળતી માહિતી મુજબ, દિલીપભાઈ ખખ્ખર નિવૃત્ત સરકારી કર્મચારી હતા. તેમ છતાં પરિવારને લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિવાર વ્યાજખોરોના ચુંગલમાં ફસાયો હતો. વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા સતત દબાણ અને હેરાનગતિને કારણે પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત થઈ રહી છે.
પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વ્યાજખોરોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે અને કોઈ સંડોવાયેલા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.