અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું વીઝા કેન્સલેશન, 70,000 ભારતીય સહીત 2 લાખના વીઝા રદ્દ થશે
એપીએ વિદેશ વિભાગના દસ્તાવેજોને ટાંકતા જણાવ્યું છે કે 2016થી 2026 વચ્ચે જાહેર કરવામાં આવેલા બી-1 અને બી-2 વીઝા રાખનારા જે લોકોએ શરણ માટે અરજી કરી છે અથવા હાલ શરણ માંગી રહ્યા છે, તેમના વીઝા રદ્દ કરવામાં આવશે
અમેરિકાના ઓછામાં ઓછા 2 લાખ પ્રવાસીઓના બિઝનેસ અને ટૂરિસ્ટ વીઝા રદ્દ કરવા જઈ રહ્યું છે. તેમાં 70 હજારથી વધુ ભારતીય સામેલ છે. આ આંકડો કોઈપણ દક્ષિણ એશિયન દેશના નાગરિકોમાં સૌથી વધુ છે. લાગુ થયા બાદ આ અમેરિકાના ઈતિહાસમાં વીઝા રદ્દ કરવાની સૌથી મોટી સામુહિક કાર્યવાહી હશે.
ધ એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ, આ યોજના હેઠળ ગત 10 વર્ષમાં જાહેર થયેલા બી-1 અને બી-2 વીઝા નિશાના પર હશે. આ વીઝા બિઝનેસ, ફરવા અથવા પરિવારને મળવા માટે અમેરિકા જનારા લોકોને આપવામાં આવે છે.
એપીએ વિદેશ વિભાગના દસ્તાવેજોને ટાંકતા જણાવ્યું છે કે 2016થી 2026 વચ્ચે જાહેર કરવામાં આવેલા બી-1 અને બી-2 વીઝા રાખનારા જે લોકોએ શરણ માટે અરજી કરી છે અથવા હાલ શરણ માંગી રહ્યા છે, તેમના વીઝા રદ્દ કરવામાં આવશે.
અમેરિકાના અધિકારીઓ મુજબ, કેટલાક પ્રવાસી આ વીઝા દ્વારા ઓછા સમય માટે કાયદાકીય રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે અને પછી શરણ માટે અરજી કરી દે છે, જેથી તે સ્થાયીપણે ત્યાં રહી શકે.
અમેરિકાના વિદેશ વિભાગે ઉપસચિવ ક્રિસ્ટોફર લેન્ડોએ સોમવારે એક્સ પર લખ્યું કે શરણના ઈમિગ્રેશન કાયદાથી બચવાનો રસ્તો માનવો જોઈએ નહીં. આ સમય સુધી વિદેશ વિભાગે આ નીતિની સત્તાવાર ઘોષણા કરી ન હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે કહ્યુ કે શરણ માગવા માટે વીઝા પ્રાપ્ત કરવો છેતરપિંડી છે અને તે વીઝા રદ્દ કરવાનો આધાર છે.
દક્ષિણ એશિયામાં અમેરિકાના નોન-ઈમિગ્રેન્ટ વીઝા મેળવનારા ભારતીયોની સંખ્યા સૌથી વધારે રહી. સપ્ટેમ્બર, 2025માં ભારતીયોના 70,903 બી-1 કે બી-2 વિઝિટર વીઝા મળ્યા હતા, જે પાકિસ્તાનને આપવામાં આવેલા વીઝાની સંખ્યાથી 14 ગણાથી વધારે છે.
આ મહીનાની શરૂઆતમાં અમેરિકાના પ્રશાસને 5.5 કરોડથી વધારે વીઝાધારકોની સમીક્ષાની ઘોષણા કરી હતી. તેના પછી 1.75 લાખથી વધારે વિદેશી નાગરિકોના વીઝા રદ્દ કરવામાં આવ્યા હતા. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું હતું કે આ લોકોએ પોતાના વીઝાની શરતોનો ભંગ કર્યો, અપરાધ કર્યા, અમેરિકાના નાગરિકોની વિરુદ્ધ હિંસાની અપીલ કરી, અમેરિકાની સાથે છેતરપિંડી કરી, ઈમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કર્યો અથવા રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખી.
જાન્યુઆરીથી ઓગસ્ટ, 2025ની વચ્ચે હજારો વિદેશી સ્ટૂડન્ટ્સના વીઝા પણ રદ્દ કરવામાં આવ્યા. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યુ હતુ કે આ સંખ્યા 6 હજારથી વધારે હતી. મંગળવારે વ્હાઈટ હાઉસે એક્સ પર એક પોસ્ટમાં એપીના રિપોર્ટનો સ્વીકાર કર્યો. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 2 લાખ સુધી વીઝા રદ્દ કરવાની તૈયારી. અમેરિકા ઈતિહાસમાં સૌથી મોટા સામુહિક વીઝા કેન્સલેશન માટે તૈયાર. ટ્રમ્પ 2.0એ પહેલા પણ બી-1 અને બી-2 વીઝાના ઉપયોગ પર રોક લગાવવાની દિશામાં પગલા ઉઠાવ્યા હતા. ગત મહિને વિદેશ વિભાગે એક પાયલટ પ્રોગ્રામને સ્થાયી કરી દીધું, તેના હેઠળ 50 દેશોના અરજદારોના 20 હજાર ડોલર સુધીના વીઝા બોન્ડ જમા કરાવવા જરૂરી હતું.
વીઝા, ટ્રમ્પ પ્રશાસનના ઈમિગ્રેશનને મર્યાદીત કરવા અને અમેરિકામાં આવનારા વિદેશીઓની વધારે તપાસ કરવાની કોશિશનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે.
બી-1 અને બી-2 વીઝાધારકો વિરુદ્ધ પ્રસ્તાવિત કાર્યવાહી આ અભિયાનને ઘણાં મોટા સમૂહ સુધી લઈ જશે. તેનાથી આ લોકો પર પણ અસર પડી શકે છે, જેના વીઝા પ્રવર્તમાન પ્રશાસનના આવતા પહેલાના ઘણાં વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યા હતા અને જેમણે બાદમાં અમેરિકામાં શરણ માટે અરજી કરી.
એપીને બે અમેરિકી અધિકારીઓએ જણાવ્યુ કે બી-1 અને બી-2 વીઝા રાખનારા લોકો સાથે જોડાયેલા ઘણાં લંબિત શરણ મામલાઓની શ્રેણી બદલાય જશે. પ્રવાસી પોતાનો કાયદાકીય દરજ્જો ગુમાવી શકે છે, પરંતુ આ પગલાથી તેમને તુરંત દેશની બહાર કાઢવામાં નહીં આવે.
પ્રશાસને વ્યાપક ઈમિગ્રેશન અભિયાનને પહેલા જ ઘણાં કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ગત સપ્તાહે ન્યૂયોર્કની એક ફેડરલ કોર્ટના જજે માર્કો રુબિયોના પ્રસ્તાવિત વીઝા બેનને રદ્દ કર્યો હતો. આ પ્રતિબંધ 75 દેશોના લોકો પર લાગુ થવાનું હતું. વિદેશ વિભાગે ક્હ્યું હતું કે આ પગલાના નિશાન એ દેશોના પ્રવાસી હતા, જેમને અમેરિકાની સરકારના લાભો પર નિર્ભરતા માટે હાઈરિસ્ક માનવામાં આવે છે.
વિભાગે ક્હ્યુ છે કે જે લોકોના વીઝા રદ્દ કરવામાં આવ્યા, તેમાં તે લોકો સામેલ હતા જેમને તે જાહેર સુરક્ષા અથવા રાષ્ટ્રીય હિતો માટે ખતરો માન્યા છે. તેમાં અપરાધોના આરોપી, અમેરિકનોની વિરુદ્ધ હિંસાનું સમર્થન કરનારું, ગેરકાયદેસર રીતે બાળકના જન્મ માટે અમેરિકા આવવાની યોજના બનાવનારા અને છેતરપિંડી કરનારા લોકો સામેલ છે.