બળાત્કાર કેસમાં તહેલકાવાળા પત્રકાર તરુણ તેજપાલને 10 વર્ષની કેદ, કહ્યુ-રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યો
તેજપાલે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટમાં જઈશું, 100 ટકા જઈશું. મને કોઈ શંકા નથી. ગત 13 વર્ષોથી તહલકાના કામના કારણે રાજકીય કિન્નાખોરીની ભાવનાથી તે મારી પાછળ પડયા છે. અમે સાડા સાત વર્ષ સુધી ટ્રાયલ કોર્ટમાં કેસ લડીનને બરી થયા. હવે તે ફરીથી મારી પાછળ પડયા છે
બળાત્કારના કેસમાં બોમ્બે હાઈકોર્ટે તહેલકા મેગેઝીનના પૂર્વ એડિટર ઈન ચીફ તરુણ તેજપાલને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. સજા બાદ તહલકાના પૂર્વ તંત્રી તરુણ તેજપાલે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તે સુપ્રીમ કોર્ટમાં રાહતની માગણી કરશે. તે રાજકીય કિન્નાખોરીની ભાવનો ભોગ બન્યા છે.
તેજપાલે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટમાં જઈશું, 100 ટકા જઈશું. મને કોઈ શંકા નથી. ગત 13 વર્ષોથી તહલકાના કામના કારણે રાજકીય કિન્નાખોરીની ભાવનાથી તે મારી પાછળ પડયા છે. અમે સાડા સાત વર્ષ સુધી ટ્રાયલ કોર્ટમાં કેસ લડીનને બરી થયા. હવે તે ફરીથી મારી પાછળ પડયા છે. જે તેમની સાથે થાય છે, તેને તેઓ બરી કરી દે છે. પરંતુ જે તેમના વિરુદ્ધ પત્રકારિતા કરે છે અથવા તેમની વિરુદ્ધ કંઈ કહે છે, તેમની પાછળ પડી જાય છે. તમે પત્રકાર છો. જઈને જુઓ ગત 12 વર્ષોમાં તેમણે કેટલા લોકોને કોર્ટ કેસમાં ફસાવ્યા છે. તેમણે મને પણ ફસાવ્યો, પરંતુ તેમ છતાં હું બરી થયો.
તેજપાલે કહ્યુ કે હવે પત્રકારો પર નિર્ભર છે કે તે જઈને સવાલ પુછે. તમે જાણો છો કે ઉમર ખાલિદ 6 વર્ષથી જેલમાં છે. તમે જાણો છો કે શરજીલ ઈમામ ત્યાં છે, તમે જાણો છો કે સુરેન્દ્ર ગાડલિંગ જુદાંજુદાં કેસોમાં જેલમાં છે. તેજપાલે કહ્યુ કે એ સાચું છે કે તહલકાએ પત્રકારત્વ કર્યું અને એવું પત્રકારત્વ કર્યું જેનાથી સ્થાપિત હિતો, રાજકીય હિતોને નુકશાન પહોંચ્યું. તેના કારણે,બદલાની ભાવનાથી તેઓ 13 વર્ષથી અમારી પાછળ પડયા છે.
તેજપાલનો દાવો છે કે તેમણે મારી પત્રકારિતા બંધ કરાવી દીધી. મારા પુસ્તકોના છાપકામ પર રોક લગાવી દીધી. પરંતુ અમે લડીશું. મને પુરો ભરોસો છે કે આટલી મોટી ન્યાયપાલિકામાં એવા જજ છે જે સાચું જોશે અને સાચું સ્પષ્ટપણે સામે આવશે. જો તમે લોકો મારી સાથે વાત કરવાનું બંધ કરીને કોર્ટમાં પુરાવા જુઓ, તો એટલા પુરાવા છે કે મને એકવાર નહીં, પણ 10 વખત બરી કરવો જોઈએ. અમે આ પુરાવાને જનતાની સામે લાવીશું. કોઈ મુશ્કેલી નથી.
મહત્ત્વપૂર્ણ છે કે બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે ગુરુવારે તહલકાના પૂર્વ એડિટર તેજપાલને 2013માં તેમના જૂનિયર સહયોગી દ્વારા નોંધાવામાં આવેલા યૌન ઉત્પીડનના મામલામાં 10 વર્ષ કેદની સજા ફટકારી છે. આના પહેલા કોર્ટે તહલકાના પૂર્વ તંત્રી તરુણ તેજપાલને તેની જૂનિયર સહયોગી દ્વારા 2013માં નોંધાવાયેલા યૌન ઉત્પીડનના મામલામાં દોષિત ઠેરવ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે ગોવા સરકારની આ અપીલ પર આ ચુકાદો આપ્યો છે, જેમાં 2021માં ગોવા સેશન્સ કોર્ટ દ્વારા તેજપાલને બરી કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ મામલો એક મહિલા પત્રકારોના આરોપો સાથે જોડાયેલો છે, જેનો આરોપ હતો કે તેજપાલે 7 અને 8 નવેમ્બર, 2013ના રોજ એક હોટલની લિફ્ટમાં તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. આ આરોપોને કારમે તેજપાલને 30 નવેમ્બર, 2013ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યો હતો.
29 સપ્ટેમ્બર, 2017ના રોજ કોર્ટે આઈપીસીની જુદીજુદી કલમો હેઠળ આરોપો નક્કી કર્યા અને તેમાં બળાત્કાર,યૌન ઉત્પીડન અને ખોટી રીતે બંધક બનાવવાના આરોપો સામેલ હતા. મે-2021માં ગોવા સેશન્સ કોર્ટે તેજપાલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો અને કહ્યુ કે ફરિયાદી પક્ષ પોતાના મામલાને કોઈ યોગ્ય શંકા વગર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ટ્રાયલ કોર્ટે મેડિકલ પુરાવાની ઉણપ પર પણ ધ્યાન આપ્યું છે અને ફરિયાદકર્તા તથા તેજપાલ વચ્ચે થયેલા સંદેશાઓના આધારે એ નિષ્કર્ષ કાઢયો છે કે તે આ દાવાઓનું સમર્થન નથી કરતા કે કથિતપણે હુમલાથી તે આઘાતમાં હતી. તેના પછી ગોવા સરકારે ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ્દ કરવા માટે બોમ્બ હાઈકોર્ટમાં તેજપાલને બરી કરવાના નિર્ણયને પડકાર્યો હતો.