ધર્મેન્દ્ર પ્રધાન પછી ગડકરીના રાજીનામાની માગણી, E20 જનતા પાર્ટીનું સંસદ માર્ચનું એલાન
E20 પાર્ટીને ટ્રાન્સપોર્ટર્સનું ખાસું સમર્થન મળી રહ્યું છે. દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ્સ્ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશને E20 પેટ્રોલની વિરુદ્ધ 4 ઓગસ્ટની સંસદ સુધી માર્ચનું એલાન કર્યું છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, એસોસિએશનનો આરોપ છે કે ઈથેનોલ મેળવવાની નીતિએ ઈંધણની ક્ષમતાને ઘટાડી દીધી છે અને ખર્ચ વધાર્યો છે.
E20 પાર્ટીની ચર્ચાઓ જોરો પકડી રહી છે. ઈથેનોલ ભેળવીને પેટ્રોલ ખરીદવાની અનિવાર્યતા વિરુદ્ધ બનેલી આ નવી પાર્ટીએ સંસદ સુધી માર્ચનું એલાન કર્યું છે.
ખાસ વાત એ છે કે કોકરોચ જનતા પાર્ટીએ પણ પેપર લીક અને શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે સંસદ સુધી માર્ચ કરી રહીત . આ નવી પાર્ટીના ફોલોઅર્સના ગ્રાફ સોશયલ મીડિયા પર ઝડપથી વધી રહ્યો છે.
E20 જનતા પાર્ટીનું કહેવું છે કે હાલ ઈથેનોલ બ્લેંડિંગ પોલિસીમાં ઘણી ખામીઓ છે. પાર્ટીએ એ પણ કહ્યું છે કે એક સારી નીતિમાં પેટ્રોલની કિંમતો ઘટીને 80-90 રૂપિયા પ્રતિ લિટર સુધી આવી શકે છે. તેવામાં ખેડૂતોનું સારું સમર્થન મળી શકે છે. તેમણે એ પણ કહ્યુ છે કે આ સમય પોલિસીને ઠીકઠાક કરવાનો છે. ભૂલોથી બચવાનો સમય નથી. E20 પાર્ટીએ કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની માગણી કરી છે.
સંસદ માર્ચની યોજના
E20 પાર્ટીને ટ્રાન્સપોર્ટર્સનું ખાસું સમર્થન મળી રહ્યું છે. દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ્સ્ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશને E20 પેટ્રોલની વિરુદ્ધ 4 ઓગસ્ટની સંસદ સુધી માર્ચનું એલાન કર્યું છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, એસોસિએશનનો આરોપ છે કે ઈથેનોલ મેળવવાની નીતિએ ઈંધણની ક્ષમતાને ઘટાડી દીધી છે અને ખર્ચ વધાર્યો છે.
E20 જનતા પાર્ટીની માગણી
પાર્ટીનું કહેવું છે કે E20 પેટ્રોલ દરેક સ્થાને ઉપલબ્ધ થવું જોઈએ અને લોકોને E0, E20 કે E85માંથી પસંદ કરવાની મંજૂરી મળવી જોઈએ. પાર્ટીનું લખવું છે કે આનાથી સમસ્યા આપોઆપ ખતમ થઈ જશે. જો કોઈ પોતાની કાર માટે ઈ. પેટ્રોલ ચાહે છે, તો તેને ખરીદવા દેવામાં આવે. બળજબરીથી થોપવાનું સમાપ્ત થવું જોઈએ. તેની સાથે જ કિંતમોમાં પણ અંતર હોવું જોઈએ.
ટેક્સી યૂનિયનોનું એલાન
એસોસિએશને સંસદ ઘેરાવની ઘોષણા કરી છે. એસોસિએશનના અધ્યક્ષ સંજય સમ્રાટનું કહેવું છે કે દેશભરની ટેક્સી, બસ, ટૂરિસ્ટ વાહન સંચાલક, ટ્રાન્સપોર્ટર, ઓટો ચાકલક, ટૂર ઓપરેટર અને વાહનમાલિક પોતાની વિલંબિત માગણી અને વધતી સમસ્યાઓને લઈને 4 ઓગસ્ટ, 2026ના રોજ પહેલા જંતર-મંતર પર વિશાલ પ્રદર્શન કરશે અને પછી સંસદનો ઘેરાવ કરશે. દેશના વિભિન્ન રાજ્યોમાં પણ વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે. તેમનું કહેવું છે કે સૌથી મોટો મુદ્દો ઈથેનોલ યુક્ત E20 પેટ્રોલનો છે. તેનાથી વાહનોની માઈલેજ ઘટી, એન્જિન પર પ્રતિકૂલ અસર થઈથી વાહનમાહિલોકનો સર્વિસિંગ ખર્ચ વધી રહ્યો છે.
E20 જનતા પાર્ટીએ કહ્યું છે કે કાર્યકર્તાઓએ ગાંધી સ્ટાઈલના એક માર્ચની યોજના બનાવી છે. એક્સ પર એક પોર્ટ રી-શેયર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તહસીન પૂનાવાલાની ટીમ ભારતની આગેવાનીમાં ગાડી માર્ચ ગાંધી માર્ચ 31 જુલાઈ, 2026ના રોજ ઈન્ડિયા ગેટથી સંસદ સુધી માર્ચ કરશે. તેના હેઠળ ઈ-10 વિકલ્પો, 20 ટકા સસ્તી ઈ-20 અને શુદ્ધ પેટ્રોલ 80-90 રૂપિયા પ્રતિ લિટર કરવાની માગણી કરવામાં આવશે.
પાર્ટીને મળી રહ્યું છે ઝડપથી સમર્થન
એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર ઈ-20 જનતા પાર્ટી નામથી હેન્ડલ અને પેજ બનાવાયા છે. જો કે તેની કોઈ ઘોષિત કે ઔપચારીક સંસ્થા કે સંસ્થાપક કે સંગઠન હજી સુધી સામે આવ્યા નથી. હાલ આ નાગરિકો દ્વારા શરૂ કરવામાં આવેલું એક ડિજિટલ અભિયાન માનવામાં આવી રહ્યું છે. પરંતુ તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક્સ પર 48 હજાર લોકો ફોલો કરી ચુક્યા છે, જ્યારે ઈસ્ટાગ્રામ પર પણ 1 લાખ 77 હજારથી વધારે લોકો જોડાયેલા છે. એક્સ પર અલગ-અલગ પોસ્ટમાં આ હેન્ડલને ચલાવી રહેલા લોકો ભારતીય નાગરિકો પર ઈ-20 પેટ્રોલ થોપવાનો વિરોધ કરી રહ્યા છે અને માગણી છે કે દેશવાસીઓને 100 ટકા પેટ્રોલ આપવામાં આવે.