શું રાહુલ ગાંધીનું સિક્રેટ ફેમિલી છે? વાઈરલ વીડિયોના આધારે સો. મીડિયામાં ચર્ચા
ભારતીય સંસદના ચોમાસું સત્રના પ્રારંભ પહેલા રાહુલ ગાંધી જેવા દેખાતા શખ્સનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે, તે યોગાનુયોગ છે કે તેની પાછળના કોઈ રાજનીતિ સાથે સંબંધિત કારણો છે કે તેમાં તથ્ય છે? તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ વીડિયોમાં રાહુલ ગાંધી હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી અને અમે આવી કોઈ પુષ્ટિ કરતા પણ નથી.
તાજેતરમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને હાલ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઈરલ થઈ રહ્યો છે. તેના આધારે યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધી અપરણિત નથી અને તેઓ સિક્રેટ ફેમિલી ધરાવે છે અને તેમને બાળક કે બાળકો પણ છે.
સોશયલ મીડિયા પર તાજેતરમાં વાઈરલ થયેલા વીડિયોમાં રાહુલ ગાંધી જેવો દેખાતો શખ્સ ચડ્ડી અને ટીશર્ટમાં એક બાળક સાથે રમતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.
સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ થયા બાદ રૂપોક આચાર્યજી નામના યૂઝર્સે કોમેન્ટ કરી છે કે ભવિષ્યના પીએમ તેમના પરિવાર સાથે વિદેશી વેકેશન્સમાં પહેલેથી જ વ્યસ્ત છે.

અક્ષયકુમાર નામના સોશયલ એકાઉન્ટ ધરાવતા યૂઝરે લખ્યું છે કે રાહુલ ગાંધી તેમના ફેમિલી ટાઈમને એન્જોય કરી રહ્યા છે.

અનિલ ખત્રી નામના યૂઝરે લખ્યું છે કે રાહુલ ગાંધી પોતાના પરિવારને શા માટે છૂપાવી રહ્યા છે? શું આ ખરેખર તેઓ છે? ત્રણ બાળકો છે- આખું વિન્સી ફેમિલી દેખાયું. વિદેશમાં 20 દિવસ ગાળ્યા પછી રાહુલ ગાંધીના કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

બાલા નામના યૂઝરે પણ લખ્યું છે કે આખરે રાહુલ ગાંધીએ આપણને ગાંધી ફેમિલીને અભિનંદન પાઠવવાનું કારણ આપ્યું છે. કૉંગ્રેસ ડાયનેસ્ટી આગળ વધી. પવન ખેરા અને કન્હૈયા કુમારને અભિનંદન કે તેમને તેમના નવા બૉસ મળી રહ્યા છે.

કિક્કી સિંહ નામના યૂઝરે લખ્યુ છે કે આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે રજાઓમાં રાહુલ ગાંધી તેમના પુત્ર સાથે રમી રહ્યા છે. તમે શું વિચારો છો, આ સાચું છે ?

મિ. મિશ્રા નામના યૂઝરે પોતાની કોમેન્ટમાં લખ્યું છે કે હેલો @ગ્રોક ભાઈ, આ વીડિયો જે ઘણો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, તેને જોઈને જાણવો મિસ્ટર ગાંધી પોતાના અઘોષિત ફેમિલી સાથે ક્યાં દેશમાં રજાઓ વિતાવી રહ્યા છે. વીડિયો પ્રત્યક્ષ છે, એઆઈ નથી, પબ્લિકમાં આવી ચુક્યો છે, તો હવે એ ન કહેતા કે - મિસ્ટર ગાંધી હજી પણ કુંવારા છે.

નિક્સ નામના યૂઝરે કોમેન્ટ કરી છે કે આ તેમના બાળકો છે કે પછી તેમનો એપ્સ્ટિન ટાપુ છે.

તત્વમસિ નામના યૂઝરે સવાલ કર્યો છે કે રાહુલ ગાંધી તેમનો ફેમિલી ટાઈમ એન્જોય કરી રહ્યા છે?

વિગ્નેશ શિશિર નામના યૂઝરે લખ્યું છે કે ડોમેનિક વિન્સી, એલેક્ઝાન્ડર વિન્સી અને ફ્રાન્સિસ વિન્સી (એલડેસ્ટ)ને જન્મદિનની ખૂબ શુભેચ્છાઓ.

ભારતીય સંસદના ચોમાસું સત્રના પ્રારંભ પહેલા રાહુલ ગાંધી જેવા દેખાતા શખ્સનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે, તે યોગાનુયોગ છે કે તેની પાછળના કોઈ રાજનીતિ સાથે સંબંધિત કારણો છે કે તેમાં તથ્ય છે? તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ વીડિયોમાં રાહુલ ગાંધી હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી અને અમે આવી કોઈ પુષ્ટિ કરતા પણ નથી. પણ 56 વર્ષીય રાહુલ ગાંધી તેમના હાલના સ્ટેટ્સ પ્રમાણે અપરણિત છે. જો કે તેઓ જ્યારે વિદેશ પ્રવાસે જાય છે કે રજાઓ ગાળવા વિદેશ જાય છે, ત્યારે તેમના સિક્રેટ ફેમિલીને લઈને ચર્ચાઓનો ગણગણાટ થતો રહે છે.