થોક મોંઘવારીએ આપ્યો મોટો આંચકો, ઓગસ્ટમાં વધીને પહોંચી 9.92% પર
ચાલુ નાણાંકીય વર્ષ 2026-27ની શરૂઆતથી જ થોક મોંઘવારીમાં સતત વધારાનું વલણ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તેના કારણે મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધને કારણે વૈશ્વિક સ્તર પર ખનીજતેલ અને ફર્ટિલાઈઝરની પડતર વધી છે. તેના કારણે ખાદ્ય કિંમતો પર પણ ભારે અસર પડી છે.
ઓગસ્ટ, 2026માં થોક મોંઘવારીના મોરચા પર ફરી એકવાર લોકોના ખિસ્સાને આંચકો લાગ્યો છે. આ થોક મોંઘવારી દર વધીને 9.92 ટકા થયો છે. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાથી આ જાણકારી સામે આવી છે.
જુલાઈમાં થોક મોંઘવારી 9 માસમાં પહેલીવાર ઘટીને 9.78 ટકા થઈ હતી. ખાણીપીણીની વસ્તુઓ, મેન્યુફેક્ચર્ડ આઈટમ્સ, ઈંધણ અને વીજળીની કિંમતોમાં વધારાને કારણે ઓગસ્ટમાં થોક મોંઘવારીમાં વધારો થયો. ફૂડ ઈન્ડેક્સમાં થોક મોંઘવારી જુલાઈના 6.65 ટકાથી વધીને ઓગસ્ટમાં 7.05 ટકા થઈ હતી.
મેન્યુફેક્ચર્ડ આઈટમ્સની થોક મોંઘવારી 8.37 ટકાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગઈ, જ્યારે જુલાઈમાં આ 8.29 ટકા હતી. ઈંધણ અને વીજળીમાં થોક મોંઘવારી 22.93 ટકા રહી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સના આંકડા જાહેર કરતા કહ્યુ કે વિભિન્ન જૂથોમાં ખનીજતેલ, ખાદ્ય વસ્તુઓ, ફૂડ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ, બેઝિક મેટલ્સનું મેન્યુફેક્ચરિંગ, નોન-ફૂડ આર્ટિકલ્સ અને કેમિકલ્સ તથા કેમિકલ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ ઓગસ્ટ 2026માં થોક મોંઘવારી વધવાનું મુખ્ય કારણ રહ્યું.
ચાલુ નાણાંકીય વર્ષ 2026-27ની શરૂઆતથી જ થોક મોંઘવારીમાં સતત વધારાનું વલણ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તેના કારણે મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધને કારણે વૈશ્વિક સ્તર પર ખનીજતેલ અને ફર્ટિલાઈઝરની પડતર વધી છે. તેના કારણે ખાદ્ય કિંમતો પર પણ ભારે અસર પડી છે. ભારતમાં બહારથી આવનારા ખનીજતેલનો મોટાભાગનો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જ આવે છે.