ભાજપના અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર થઈ, સ્મૃતિ ઈરાની-રામ માધવની એન્ટ્રી
ભાજપે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય ખજાનચી સહીતના વિભિન્ન પદો પર નિયુક્તિઓની જાહેરાત કરી છે
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. નવી રાષ્ટ્રીય ટીમમાં ઘણાં વરિષ્ઠ નેતાઓને મહત્ત્વની જવાબદારીઓ આપવામાં આવી છે.
ભાજપે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય ખજાનચી સહીતના વિભિન્ન પદો પર નિયુક્તિઓની જાહેરાત કરી છે.
ભાજપની નવી ટીમમાં વસુંધરા રાજે સિંધિયા, તીરથસિંહ રાવત , રામ માધવ, બૈજયત પાંડા, ડી. પુરન્દેશ્વરી, રેખા શર્મા, વર્ષાબહેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીતસિંહ બાદલ, લાલસિંહ આર્ય, એમ. નાગરાજા, તારિક મંસૂર અન મધુચંદ્ર કરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવી છે.
ભાજપના નવા અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં મહારાષ્ટ્રના વિનોદ તાવડે અને સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની મહત્ત્વની જવાબદારી આપવામાં આવી છે. બંને નેતાઓના સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની જવાબદારી સોંપી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.