ઝુકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહિએ, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJPની પ્રતિક્રિયા
આખરે કૉકરોચ જનતા પાર્ટીને મોદી સરકાર સામે મોટી જીત મળી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે સીજેપીના દેખાવો વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક્સ પર પોસ્ટ કરીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યાનું જાહેર કર્યું છે. તેના પર સીજેપીની પહેલી પ્રતિક્રિયા છે, દુનિયા ઝુકે છે ઝુકાવનારો જોઈએ. દિલ્હીના જંતર-મંતર ખાતે દેખાવકારોમાં જીતની ખુશી જોવા મળી રહી છે. તેઓ નીટ પેપર લીક મામલે અહીં દેખાવો કરી રહ્યા છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કૉકરોચ જનતા પાર્ટી (CJP)ની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કૉકરોચ જનતા પાર્ટીએ કહ્યુ છે કે ઝુકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહિએ એટલે કે નમે છે દુનિયા નમાડનારા જોઈએ.
ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી પદેથી રાજીનામાને સીજેપીની ઘણી મોટી જીત માનવામાં આવી રહી છે.
નીટ પેપર લીક કેસમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કૉકરોચ જનતા પાર્ટીના જંતર-મંતર ખાતેના 36 દિવસના ધરણાં અને સોનમ વાંગચુકના 26 દિવસના ઉપવાસ બાદ આવ્યું છે. આ રાજીનામા બાદ જંતર-મંતર પર કોકરોચ જનચા પાર્ટીના સંસ્થાપક-અધ્યક્ષ અભિજીત દીપકેએ કહ્યુ છે કે તેઓ કહેતા હતા, આ સરકારમાં રાજીનામું નથી થતું. પણ ઝુકતી હૈ દુનિયા, ઝુકાનાવાલા ચાહિએ.
દીપકેએ કહ્યુ કે મંત્રીનું રાજીનામું થઈ ગયું છે, પણ અમારી બે અન્ય માગણીઓ છે. અમે આવી રીતે નહીં જઈએ, કૉકરોચ એકવાર ઘુસે છે, તો નીકળતો નથી. જે બાળકોએ આપઘાત કર્યો છે તેમના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર મળે. પોલીસકર્મીઓ પર એક્શન લેવાવા જોઈએ.
દિલ્હી પોલીસ અધિકારી યાદ રાખે કૉકરોચથી પંગો લીધો છે. અમે તો એક મંત્રીનું રાજીનામું કરાવી લીધું છે, તો તમે લોકો શું ચીજ છો. છાત્રો પર કેસ પાછા લેવાવા જોઈએ. ભૈયા આ લોકશાહી છે. મને એક મહીનાથી લોકો કહેતા હતા કે શું કરી રહ્યા છો, ક્યાં સુધી બેસશો. આ રાજીનામું નહીં આપે. આ મનસ્વી સરકાર છે. પરંતુ અમે કરી દેખાડયું.
તેમની પાસે ફોન આવ્યો કે પ્રધાનનું રાજીનામું થઈ ગયું છે, તો દીપકે ખુશીને કારણે ઘૂંટણિયે બેસી ગયા.
સીજેપીએ કહ્યુ- કૉકરોચની જીત થઈ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને સીજેપીએ કૉકરોચની જીત ગણાવી છે.

ભાગવતના નિવેદનના 4 કલાકમાં પ્રધાનનું રાજીનામું
સંઘ પ્રમુખ મોહન ભાગવતે શનિવારે સવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે આપણે મનસ્વીપણું કરીશું, શક્તિથી સૌના માલિક બનીશું, આવું થઈ શકે નહીં. ભાગવતે કહ્યુ હતુ કે આઝની નવી પેઢી ઘણાં બધાં સવાલો પુછે છે. આપણે આદેશ આપવાના સ્થાને તેમની સાથે વાતચીત કરવી જોઈએ. તેમને દરેક વાતની પાછળનો તર્ક સમજાવવો જોઈએ, ન કે આદેશ આપવો જોઈએ. સંવાદ દ્વારા જ તેમને યોગ્ય દિશા દેખાડી શકાય છે. ભાગવતના નિવેદનના 4 કલાકમાં શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું.
મહત્ત્વપૂર્ણ છે કે શુક્રવારે મોટી રાત્રે નીટ પેપર લીક મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.