જૂનાગઢના ઉપરકોટમાં દીપડો દેખાતા વનવિભાગ એક્શન મોડમાં, કિલ્લો પ્રવાસીઓ માટે બંધ
કોઈ અણધારી ઘટના કે માનવ-વન્યજીવ સંઘર્ષ ન થાય તેના માટે વનવિભાગે તાત્કાલિક ધોરણે ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓનો પ્રવેશ અટકાવી દીધો છે.
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા પરિસરમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આને લઈને વનવિભાગની ટીમ તુરંત એક્શન મોડમાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓ માટે તાત્કાલિક ઉપરકોટ બંધ કરવામાં આવ્યો છે. દીપડાને પકડવા માટે અહીં પાંજરા મૂકવામાં આવ્યા છે. વનવિભાગ દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી કાર્યવાહી પણ કરી રહી છે.
દીપડો પકડાય નહીં ત્યાં સુધી ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે અનિશ્ચિતકાળ માટે બંધ રાખવામાં આવ્યો છે. કોઈ અણધારી ઘટના કે માનવ-વન્યજીવ સંઘર્ષ ન થાય તેના માટે વનવિભાગે તાત્કાલિક ધોરણે ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓનો પ્રવેશ અટકાવી દીધો છે.
દીપડાને પકડવા માટે કિલ્લા પરિસરની અંદર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. હાલ વન વિભાગની ટીમ કિલ્લાની અંદર અને આસપાસના જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી છે.
કિલ્લાની સુંદરતા જોવા આવેલા પ્રવાસીઓ દીવાલ પર ધોળે દિવસે બેઠેલા દીપડાને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. કેટલાક પ્રવાસીઓએ આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યું હતું. જેનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું હતું.