સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીની મુસ્લિમ વૃદ્ધે છેડતી કરી, લોકોએ મેથીપાક આપ્યો
પરિસ્થિતિ વણસતાં અને લોકોનો આક્રોશ જોતાં યુવતીએ 112 પર કૉલ કરીને પોલીસની મદદ માંગી હતી
સુરત સિવિલ હોસ્પિટલમાં એક આઘાતજનક અને શર્મનાક ઘટના ઘટી. હોસ્પિટલ જેવા જાહેર અને સંવેદનશીલ સ્થાન પર એક મુસ્લિમ વૃદ્ધે યુવતીની છેડતી કરી હોવાનો આરોપ લગાવાયો હતો. આ મામલાને કારણે એકઠા થયેલા લોકોએ મુસ્લિમવૃદ્ધને મેથીપાક આપ્યો હતો અને યુવતીએ 112 નંબર પર કૉલ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
વિગતો મુજબ, સુરત સિવિલ હોસ્પિટલમાં પોતાના કામ માટે આવેલી યુવતી સાથે અચાનક મુસ્લિમ વૃદ્ધે અડપલાં કરીન છેડતીનો પ્રયાસ કર્યો હતો. તેના પછી યુવતીએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થયા હતા. પરિસ્થિતિ વણસતાં અને લોકોનો આક્રોશ જોતાં યુવતીએ 112 પર કૉલ કરીને પોલીસની મદદ માંગી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેણે મુસ્લિમ વૃદ્ધને લોકોના ટોળામાંથી છોડીને તેને કસ્ટડીમાં લીધો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.