ડ્રગ્સ મૂકી જિંદગી બરબાદ કરવાની છાત્રોને પોલીસકર્મીની ધમકી, હવે થઈ કાર્યવાહી
પોલીસકર્મી એવું કહેતા સંભળાઈ રહ્યો છે કે જો તમે લોકો અહીં ફરીથી દેખાયા, તો હું તમારી જિંદગી બરબાદ કરી દઈશ. તેના પછી તે ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપતા કહે છે કે હું તમારી બેગમાં 50-50 ગ્રામ પાઉડર (ડ્રગ્સ) નાખી દઈશ અને તમારી જિંદગી ત્યાં ખતમ થઈ જશે. તે છાત્રો પર ખાજિતા એમ પણ કહે છે કે તેમના આ દેખાવના કારણે પોલીસની જિંદગી મુશ્કેલ થઈ ગઈ છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને મુંબઈ પોલીસનો એક વીડિયો વાઈરલ થયો છે. તેને લઈને વિવાદ પણ ઉભો થયો છે. મુંબઈ કોંગ્રેસે એક્સ પર આ વીડિયો શેયર કર્યો છે, જેમાં એક પોલીસકર્મી છાત્રોને ડ્રગ્સ મૂકીને જીવન બરબાદ કરવાની ધમકી આપતો દેખાઈ રહ્યો છે. આ મામલાની ગંભીરતા જોતા મુંબઈ પોલીસે તપાસના આદેશ આપ્યા છે અને વીડિયોમાં દેખાઈ રહેલા પોલીસકર્મીને તેના હાલના પદ પરથી હટાવવામાં આવ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ વેનમાં કેટલાક યુવાઓ બેઠા છે, જેમને કદાચ દેખાવ સ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આગળની સીટ પર બેઠેલો પોલીસકર્મી તેમને ઘરે જવા અને ફરીથી દેખાવમાં પાછા નહીં ફરવા ચેતવણી આપી રહ્યો છે.
પોલીસકર્મી એવું કહેતા સંભળાઈ રહ્યો છે કે જો તમે લોકો અહીં ફરીથી દેખાયા, તો હું તમારી જિંદગી બરબાદ કરી દઈશ. તેના પછી તે ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપતા કહે છે કે હું તમારી બેગમાં 50-50 ગ્રામ પાઉડર (ડ્રગ્સ) નાખી દઈશ અને તમારી જિંદગી ત્યાં ખતમ થઈ જશે. તે છાત્રો પર ખાજિતા એમ પણ કહે છે કે તેમના આ દેખાવના કારણે પોલીસની જિંદગી મુશ્કેલ થઈ ગઈ છે.
આ વીડિયોને શેયર કરતા મુંબઈ કોંગ્રેસે પોલીસ પ્રશાસન પર આકરો હુમલો કરતા પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે એક વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે કે મુંબઈ પોલીસ દેખાવ કરી રહેલા છાત્રોને ધમકાવી રહી છે કે જો તેઓ ફરીથી દેખાવ કરવા પાછા ફરશે, તો તેમને ખોટા ડ્ર્ગ્સના મામલામાં ફસાવી દેવામાં આવશે અને આખી જિંદગી જેલમાં સડવું પડશે. જો આ સાચું છે, તો આ માત્ર છાત્રોને ડરાવવાની કોશિશ નથી, પરંતુ લોકશાહીના અધિકારો પર સીધો હુમલો છે. પોતાનો અવાજ ઉઠાવવો ગુનો નથી. છાત્રોના સવાલોનો જવાબ ધમકીઓથી નહીં, જવાબદેહીથી આપવો જોઈએ.
વીડિયો વાઈરલ થયા બાદ મુંબઈ પોલીસે તેની પ્રામાણિકતા અને ઘટનાની સ્થિતિઓને લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ કહ્યુ છે કે તપાસના પરિણામો આવવા સુધી વર્દીમાં દેખાઈ રહેલા આ પોલીસકર્મી (લગભગ વેનનો ડ્રાઈવર છે) ને તેના હાલના પદ પરથી હટાવવામાં આવ્યો છે. તપાસના રિપોર્ટના નિષ્કર્ષોના આધારે જ આગળની કડક કાર્યવાહી કરવામાં આશે. ગત કેટલાક દિવસોમાં શિવાજીપાર્ક, ચેમ્બૂર અને આઝાદ મેદાન જેવી મુખ્ય જગ્યાઓ પર મોટી સંખ્યામાં છાત્ર અને નાગરિકો પ્રદર્શનો કરી રહ્યા છે.
ડિજિટલ ટ્રેકિંગ - લાઈવ લોકેશનથી રખાઈ રહી છે નજર
છાત્રોના દેખાવોને દબાવવા માટે મુંબઈ પોલીસ દ્વારા અખત્યાર કરાયેલી રીતરસમો પર પણ સવાલો ઉઠાવાય રહ્યા છે. દેખાવકારોને ફરીથી એકઠા થતાં રોકવા માટે પોલીસ ડિજિટલ ટ્રેકિંગ અને ઘરેઘરે જઈને પૂછપરછ કરવા જેવા આકરા પગલાં ભરી રહી છે.
જે દેખાવકારોના નામ પહેલેથી એફઆઈઆરમાં છે અથવા જેમને કાયદાકીય નોટિસ મોકલવામાં આવી છે, તેમને પોલીસ સ્ટેશનોથી સીધા ફોન અને મેસેજ કરવામાં આવે છે. સોશયલ મીડિયા વાઈરલ સ્ક્રીનશોટ્સથી ખબર પડે છે કે પોલીસ અધિકારી છાત્રોને ઘરે રહેવા અને વ્હાટ્સએપ પર પોતાનું લાઈવ લોકેશન શેયર કરવાના નિર્દેશ આપી રહ્યા છે. જેથી તેમના લોકેશન કન્ફર્મ કરી શકાય.
આ સિવાય બીએનએસએસની કલમ - 35(3) હેઠળ સવારે મેસેજિંગ એપ્સ દ્વારા ડિજિટલ નોટિસ મોકલીને છાત્રોને જૂની સભાઓ સંદર્ભે પૂછપરછ માટે પણ બોલાવાય રહ્યા છે.