ચીન માછલીઓ પાસે સમુદ્રમાં રખાવશે નજર, રોબોટ ફિશથી દુશ્મનોની આંખમાં નાખશે ધૂળ
બોયાગોંગદાઓ મરીન ટેક્નોલોજી ગ્રુપ તરફથી ડેવલપ આ રોબોટ મશૂહ ગોલ્ડન અરોવાના માછલીની હૂબહૂ નકલ કરે છે. સામાન્ય અંડરવોટર ડ્રોનની જેમ તેમાં કોઈ પંખો કે પ્રોપેલર લાગેલું નથી. પરંતુ આ માછલીની જેમ પોતાનની લચીલી પુંછડીને હલાવીને પાણીને પાછળ ધકેલીને આગળ વધે છે
પહેલી નજરે જોવાથી લાગશે કે પાણીમાં કોઈ સુંદર સોનેરી માછલી તરી રહી છે. પરંતુ થોડું નજીકથી જુઓ, તો ખબર પડશે કે આ પ્રકૃતિનો કોઈ ચમત્કાર નથી, પણ ચીનનો નવો રોબોટિક અજૂબો છે. બીજિંગના શૌગાંગ પાર્કમાં આયોજીત ચાઈના ઈન્ટરનેશનલ ફેયર ફોર ટ્રેડ ઈન સર્વિસિઝ 2026 (CIFTIS)માં ચીને પોતાની નવી બાયોમિમેટિક અંડરવોટર ટેક્નોલોજીનું પ્રદર્શન કરતા બીજી-5 ગોલ્ડન ડ્રેગન ફિશ નામના એક રોબોટને લોન્ચ કર્યો છે.
બોયાગોંગદાઓ મરીન ટેક્નોલોજી ગ્રુપ તરફથી ડેવલપ આ રોબોટ મશૂહ ગોલ્ડન અરોવાના માછલીની હૂબહૂ નકલ કરે છે. સામાન્ય અંડરવોટર ડ્રોનની જેમ તેમાં કોઈ પંખો કે પ્રોપેલર લાગેલું નથી. પરંતુ આ માછલીની જેમ પોતાનની લચીલી પુંછડીને હલાવીને પાણીને પાછળ ધકેલીને આગળ વધે છે.
કોઈ પ્રી-સેટ રુટ વગર ખુદ બનાવશે માર્ગ
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, આ રોબોટ માત્ર પહેલેથી ફીડ કરવામાં આવેલા રુટ પર ચાલવા માટે મજબૂર નથી. તેની અંદર લગેલા એડવાન્સ સેન્સર્સ આસપાસ આવનારી અડચણો અને પથ્થરોને ખુદ ઓળખી લે છે.
જો માર્ગમાં કોઈ અડચણ આવે છે, તો તે ઓટોમેટિક પોતાનો માર્ગ બદલી લે છે. ઊંડા પાણીમાં,જ્યાં માનવીય ઓપરેટરોના સિગ્નલ કામ કરતા નથી, ત્યાં તેના આ ફીચર બેહદ કામ આવવાના છે.
તેની પુંછડીને 3 જોઈન્ટ્સ અને 7 જુદાંજુદાં હિસ્સાઓમાં વહેંચવામાં આવી છે. તે પાણીમાં તરંગો પેદા કરેીને 0.6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 5 મીટરના ઊંડાણ સુધી તરવામાં મદદ કરે છે.
ઝુંડમાં કામ કરશે રોબોટિક માછલીઓની સેના
કંપનીએ તેના એક એડવાન્સ વર્ઝન બીજી-5વીનો પણ ખુલાસો કર્યો છે. આ મોડલ એક પગલું આગળનું વિચારે છે. તેમાંથી મલ્ટી રોબોટ કોઓપરેશન તકનીક આપવામાં આવી છે.
તેનો અર્થ એ થયો છે કે આવી ઘણી રોબોટિક માછલીઓ પાણીની અંદર એકસાથે મળીને કામ કરી શકે છે. તે પરસ્પર કામની વહેંચણી કરી શકે છે, એકબીજાને સિગ્નલ મોકલી શકે છે અને આખા વિસ્તારનો એકસાથે સર્વે કરી શકે છે.
માત્ર માનવીય કૌતુક માટે રોબોટને માછલીનું સ્વરૂપ અપાયું નથી. માછલીનો આકાર હોવાથી તે ઊંડા પાણી અને સાંકડી શિલાઓ વચ્ચે આસાનીથી છૂપાઈને નીકળી શકે છે.
સૌથી વધુ ધ્યાન ખેંચનારી વાત એ છે કે તે બનાવનારી કંપની બોયાગોંગદાઓનો સંબંધ ચીનના નેશનલ ડિફેન્સ પ્રોજેક્ટ સાથે રહેલો છે. કંપની આના પહેલા ચીની સેનાની એક યૂનિટની સાથે મળીને રોબો-શાર્ક નામના હુમલાખોર અંડરવોટર રોબોટ પણ બનાવી ચુકી છે.
જો કે કંપનીએ હાલ આને કોઈ સૈન્ય મિશનમાં તેનાત કરવાની પુષ્ટિ કરી નથી. પરંતુ જાણકારોનું માનવું છે કે નાનો આકાર, રડારની નજરથી બચનારી ડિઝાઈન અને ઝુંડમાં કામ કરવાની ક્ષમતાના કારમે આવી રોબોટિક માછલીઓનો ઉપયોગ ભવિષ્યમાં નૌસેનાની જાસૂસી, તટવર્તી સુરક્ષા અને દુશ્મનના વિસ્તારોની ટોહ લેવા માટે કરવામમાં આવવાનું લગભગ નક્કી છે.